🔥 ट्रेंडिंग भामाशाह मातादीन पणिहार के सुपुत्र का आ... आसिका में बस कंडक्टर पर जानलेवा हमला,... आसिका में बस कंडक्टर पर जानलेवा हमला,... अलीगंज में दुर्गा पूजा के कारण यातायात... बिलिगिरिरंगना बेता टाइगर रिज़र्व में ब... अम्नेस्टी ने पंजाब के नए आतंकवाद विरोध...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિજ પાવરના ધાંધીયા

✍️ रिपोर्टर: Vijay Ramachandra Radiya 🗓 10 अक्टू. 2026, 04:30 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિજ પાવરના ધાંધીયા

*ધોરાજીના ૪ ગામના ખેડૂતોનો વીજ કાપ સામે ઉપલેટા PGVCL કચેરીએ ઉગ્ર રજૂઆત*

*મોટી વાવડી, સુપેડી, નાની વાવડી અને ઝાંગમેરામાં વારંવારના લોડ સેટિંગથી પાક સુકાવાની દહેશત - નિકુંજભાઈ કણસાગરાની આગેવાનીમાં ખેડૂતો મેદાને*

ખેડૂતોની વીજ સમસ્યાને લઈને ધોરાજી તાલુકાના મોટી વાવડી, સુપેડી, નાની વાવડી અને ઝાંગમેરા ગામના ખેડૂતો દ્વારા ઉપલેટા PGVCL કચેરી ખાતે આજરોજ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી ખેતીવાડી વિજ પુરવઠા દરમિયાન વારંવાર લોડ સેટિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતો સમયસર પોતાના ખેતરમાં સિંચાઈ કરી શકતા નથી. આ બાબતે ખેડૂતોએ PGVCL ના નાયબ ઈજનેરશ્રી, ઉપલેટા અને ધોરાજીને સંબોધીને રજૂઆત કરી હતી.

આ તકે ધોરાજી તાલુકાના ભાજપ આગેવાન નિકુંજભાઈ કણસાગરા, ધોરાજી તાલુકા ઉપપ્રમુખ જયદીપભાઈ ડઢાણીયા, કિસાન મોરચા પ્રમુખ ભાવિનભાઈ ઘેટીયા, સરપંચ જતીનભાઈ દલસાણીયા, કિશાન મોરચાના હોદ્દેદારો અને મોટી વાવડીના સરપંચ શ્રી જતીનભાઈ દલસાણીયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી વાવડીમાં સરપંચ શ્રી જતીનભાઈ દલસાણીયા ખુબ જ ગમતા સરપંચ તરીકે બહાર ની આવ્યા છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેતીવાડી વિજ જોડાણમાં નિયમ મુજબ પૂરતો અને નિયમિત વિજ પુરવઠો આપવામાં આવે. ટેકનિકલ ખામી કે ઓવરલોડિંગના કારણે વિજ પુરવઠામાં અવરોધ થતો હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે.

ખેડૂત એ દેશની આર્થિક વ્યવસ્થાનો પાયો છે. ત્યારે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ કરી રાહત આપવામાં આવે અને કરેલી કાર્યવાહીની લેખિતમાં જાણ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

તો આ તકે નિકુંજભાઈ કણસાગરાએ જણાવ્યું હતું કે, "ખેડૂત એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. વીજળીના અભાવે જો એક પણ ખેડૂતના પાકને નુકસાન થશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં. PGVCL એ તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ લાવવો પડશે, નહીંતર આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે."

PGVCL ના અધિકારીએ રજૂઆતને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.





અહેવાલ વિજય રાડીયા ઉપલેટા
📲Get App