🔥 TRENDING Congress to File Petition in Supreme C... Rescued Tigress Thrives, Raising Four... West Bengal Boosts Emergency Response... Mamata Banerjee and TMC MPs Detained i... Mahalaya Observed Across West Bengal w... Delhi Gold Prices Rise on 10 Oct 2026:...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિસનગરમાં સફાઈ કર્મચારીઓની પ્રમાણિકતા: કચરામાંથી સોનાની બુટ્ટી શોધી માલિકને પરત કરી

✍️ Reporter: Hariom Borse 🗓 10 Oct 2026, 07:58 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસનગર શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ટીમે એક અનોખી પ્રમાણિકતા દાખવી છે. ભૂલથી કચરામાં ગયેલી સોનાની બુટ્ટી કર્મચારીઓએ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરી હતી.

વિસનગર શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ટીમે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉમિયાનગર સોસાયટીમાં રહેતા નેહાબેન પ્રજાપતિની સોનાની બુટ્ટી ભૂલથી ઘરના કચરા સાથે કલેક્શન ગાડીમાં જતી રહી હતી.

બુટ્ટી ખોવાઈ ગયાની જાણ થતાં જ નેહાબેને તાત્કાલિક ડોર-ટુ-ડોર કચરા ગાડીનો સંપર્ક કર્યો હતો. બાબતની ગંભીરતા સમજી વાહનના ડ્રાઇવર ઠાકોર વિષ્ણુજી અને હેલ્પર નારણભાઈએ તાત્કાલિક ગાડી થોભાવી દીધી હતી અને કચરાના ઢગલામાંથી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી.

બંને કર્મચારીઓની સઘન મહેનત અને પ્રામાણિકતાના કારણે સોનાની કિંમતી બુટ્ટી મળી આવી હતી, જેને તેમણે નેહાબેન પ્રજાપતિને સહીસલામત પરત સોંપી હતી. કિંમતી બુટ્ટી પરત મળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

પરિવારે ડ્રાઇવર વિષ્ણુજી અને હેલ્પર નારણભાઈની પ્રમાણિકતા તથા ઝડપી કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો. સ્થાનિક વિસ્તારમાં બંને કર્મીઓની ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠા અને પ્રમાણિકતાની ભારે સરાહના થઈ રહી છે.
📲Get App