ખાંભા તાલુકાના મુંજીયાસર, જૂના માલકનેશ અને દડલી ગામે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ખાંભા તાલુકાના મુંજીયાસર, જૂના માલકનેશ અને દડલી ગામે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમજ શિક્ષણ, બાળવિકાસ અને ગ્રામ્ય સુવિધાઓને નવી દિશા આપતા વિકાસકાર્યોનો પ્રારંભ કરાવ્યો
ખાંભા તાલુકાના મુંજીયાસર, જૂના માલકનેશ અને દડલી ગામ ખાતે આજરોજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો અંતર્ગત શૈક્ષણિક સુવિધાઓ, બાળકોના સર્વાંગી વિકાસ અને ગ્રામ્ય વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વિવિધ કામોની શરૂઆત કરવામાં આવી હતી તેમજ પૂર્ણ થયેલાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં નીચે મુજબનાં વિકાસકાર્યોનો સમાવેશ થાય છે:
🔹 મુંજીયાસર ગામે: નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ નવી આંગણવાડીના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
🔹 જૂના માલકનેશ ગામે: નવા ગ્રામપંચાયત ભવનના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
🔹 દડલી ગામે: આંગણવાડી કેન્દ્રના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ નવા ગ્રામપંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્યોના પરિણામે ગામડાંઓમાં શિક્ષણની સુવિધાઓને વેગ મળશે, નાનાં બાળકોને પાયાના શિક્ષણ અને પોષણ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેમજ ગ્રામપંચાયત ભવન દ્વારા ગ્રામ્ય વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.