🔥 ट्रेंडिंग JNU ने कांग्रेस सांसद प्रोफेसर बिमोल अ... मावलाई ने जीता SPL 2026 का खिताब, लाजो... जालंधर स्कूल में 8 साल की बच्ची को अमा... मुक्ताबाई नगर, गणेश नगर च्यामार्फत देव... एयर चीफ मार्शल ने कहा: एफ‑35 का कोई ऑफ... સુરતમાં નવરાત્રી ગરબા આયોજકો માટે ફાયર...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

તલોદ પોલીસે આંબાવાડી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, રૂ. ૭.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 10 अक्टू. 2026, 09:45 PM 👁 32
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાવાડી ગામની સીમમાં ખરાબામાંથી દેશી દારૂની ભઠ્ઠી અને દારૂ બનાવવાનો વોશ મળી કુલ રૂ. ૭,૫૭,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે બે આરોપીઓ ફરાર છે..

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રોહીબીશન પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવાના આદેશોના અનુસંધાને હિંમતનગર વિભાગના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી જી રાઠોડ અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.ગઈકાલે તા. ૦૯/૧૦/૨૦૨૬ ના રોજ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બી એલ રાયજાદા અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે આંબાવાડી ગામની સીમમાં ખારી નદીના કાંઠે ખરાબામાં વિરેન્દ્રસિંહ રંગુસિંહ રાઠોડ અને કનુસિંહ ઉર્ફે ધોની હાલુસિંહ રાઠોડ પોતાના માણસો મારફતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે.આ બાતમીના આધારે તલોદ પોલીસે તાત્કાલિક સદર જગ્યાએ રેઇડ કરી હતી.રેઇડ દરમિયાન પોલીસે દેશી દારૂ અને દેશી દારૂ ગાળવાનો વોશ મળી કુલ રૂ. ૭,૩૩,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ઉપરાંત દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા માટે ઉપયોગમાં લેવાતો અલગ અલગ પ્રોહી મુદ્દામાલ એક મોબાઇલ ફોન અને પાણી ખેંચવા માટેનું એન્જીનવાળું પમ્પ મશીન મળી કુલ રૂ. ૭,૫૭,૬૫૦/- નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો છે..

આ કાર્યવાહીમાં પોલીસે સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરેશસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.વ. ૨૨, રહે. રામપુરા, તા. તલોદ, જી. સાબરકાંઠા) ને ઝડપી પાડ્યો છે.જ્યારે વિરેન્દ્રસિંહ રંગુસિંહ રાઠોડ અને કનુસિંહ ઉર્ફે ધોની હાલુસિંહ રાઠોડ (બંને રહે. આંબાવાડી, તા. તલોદ, જી. સાબરકાંઠા) પોલીસને હાથ લાગ્યા નથી અને તેઓ ફરાર છે. તલોદ પોલીસને આ ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી અને પ્રોહી મુદ્દામાલ શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે.
📲Get App