स्थानीय
મહુવા તાલુકાના વડલી ગામમાં 'બુદ્ધ સર્કલ'નું નામ યથાવત રાખવા કોળી સમાજની માંગ
મહુવા તાલુકાના વડલી ગામમાં 'બુદ્ધ સર્કલ'નું નામ બદલવાની કાર્યવાહી સામે કોળી સમાજ અને યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. સમાજ દ્વારા આ સર્કલનું નામ યથાવત રાખવા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
મહુવા તાલુકાના વડલી ગામ ખાતે થોડા સમય અગાઉ મહામાનવ ગૌતમ બુદ્ધના નામે 'બુદ્ધ સર્કલ' બનાવવામાં આવ્યું હતું. હાલમાં આ સર્કલનું નામ બદલીને અન્ય નામ રાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ બાબતને લઈને કોળી સમાજના લોકો તથા યુવાનોમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
કોળી સમાજ ગૌતમ બુદ્ધને પોતાના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા મહામાનવ તરીકે આદર અને સન્માન આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ વિવિધ પ્રસંગોએ ભારતને ભગવાન બુદ્ધની ભૂમિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી, વડલી ગામ ખાતે 'બુદ્ધ સર્કલ' નામ કોળી સમાજની લાગણી અને આદર સાથે જોડાયેલું છે અને તેનું નામ યથાવત રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.
'કલ હમારા યુવા સંગઠન' દ્વારા પ્રાંત અધિકારીશ્રીને કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્ય માંગણી છે કે વડલી ગામ ખાતે આવેલ 'બુદ્ધ સર્કલ'નું નામ કોઈપણ સંજોગોમાં બદલવામાં ન આવે અને તેનું નામ સત્તાવાર રીતે યથાવત રાખવામાં આવે. જો નામ બદલવાની કાર્યવાહી કરવામાં આવશે તો કોળી સમાજની લાગણી દુભાઈ શકે છે અને સામાજિક અસંતોષ ઊભો થવાની શક્યતા છે.
સંગઠન દ્વારા એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો નામ બદલવા અંગે કોઈ ઠરાવ, મંજૂરી અથવા વહીવટી નિર્ણય કરવામાં આવ્યો હોય તો તેની માહિતી આપવામાં આવે. સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય તપાસ કરી 'બુદ્ધ સર્કલ'નું નામ યથાવત રાખવા માટે જરૂરી વહીવટી કાર્યવાહી કરવા માટે હુકમ કરવા અપીલ કરવામાં આવી છે.