🔥 TRENDING Ravi Teja-Vivek Athreya’s New Film Tit... Ajay Devgn Starts Filming ‘Chauhaan’ i... Chhattisgarh Government Transfers 18 P... Amit Shah lauds NDA's bypoll win, says... Drunk Couple Causes Road Chaos in Chhi... STF and Maharashtra Police Nab Two Sus...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા અને કોઠંબા તાલુકાના આચાર્યોની બેઠક યોજાઈ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 10 Oct 2026, 01:48 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા અને કોઠંબા તાલુકાની શાળા વિકાસ સંકુલ કથન ૧ ન આચાર્યો ની બેઠક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈલેશ ભાઈ મુનિયા સાહેબ ની અધ્યક્ષતા માં કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે યોજાઇ હતી જેમાં જીલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખ ગિરિશ ભાઈ પટેલ બંને તાલુકા આચાર્ય સંઘ ના પદાધિકારીઓ જિલા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક રાજુભાઈ શર્મા સહિત લુણાવાડા અને કોઠંબા તાલુકા ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહેલ હતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મુનિયા સાહેબ દ્વારા આચાર્યોને નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના તેમજ જી. એસ. ઑ. એસ પરીક્ષા માં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓને યોજનાઓ નો લાભ મળે તે અંગે સઘન પ્રયત્નો કરવા અનુરોધ અને માર્ગદર્શન આપેલ હતું જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલે આચાર્યોને સ્વસ્થ અને તણાવમુક્ત રહી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો
📲Get App