🔥 TRENDING BJP Secures Multiple Seats in West Ben... Ruling Party Sweeps Tamil Nadu and Pud... Karthik named Tamil Nadu Home Secretar... Madhya Pradesh High Court division ben... Congress MP Angomcha Bimol Akoijam Rem... Patwaris Resist Free Land Registration...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ચાવંડ કન્યા શાળામાં રૂ. ૬૦ લાખના ખર્ચે બનેલા પાંચ નવા વર્ગખંડોનું લોકાર્પણ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 12:34 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી તાલુકાના ચાવંડ ગામે કન્યા શાળામાં અંદાજે રૂ. ૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા પાંચ નવા ઓરડાનું ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

લાઠી તાલુકાના ચાવંડ ગામે શિક્ષણ ક્ષેત્રે વિકાસનું વધુ એક કાર્ય પૂર્ણ થયું છે. ગામની કન્યા શાળામાં અંદાજે રૂ. ૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા પાંચ નવા ઓરડાનું લોકાર્પણ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

નવા ઓરડાઓના નિર્માણથી વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધા મળશે અને શૈક્ષણિક વાતાવરણ સુધરશે. આ પ્રસંગે જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમાજના વિકાસનો પાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જરૂરી સુવિધાઓ મળે તે માટે સરકારના સહયોગથી વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. લાઠી-બાબરા-દામનગર મતવિસ્તારમાં શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App