🔥 ट्रेंडिंग ઉનાના ગરાળ ગામે બોગસ ડોક્ટરો સામે SOGન... રાજકોટ બ્રેકિંગ | આણંદપર નવાગામમાં બે... वजीरगंज बाइपास पर बिजली के खंभे से टकर... झारखंड कांग्रेस ने मुख्य निर्वाचन आयुक... असम के नेमरी वाइल्ड क्लासरूम में छात्र... असम BJP महिला मोर्चा ने कांग्रेस के खि...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિએ રોશનીથી ઝળહળી ઊઠશે એકતાનગર

સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિએ રોશનીથી ઝળહળી ઊઠશે એકતાનગર

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 10 अक्टू. 2026, 09:02 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતા નગરમાં ૧૭ ઓક્ટોબરથી ૧૫ જાન્યુઆરી સુધી ત્રણ મહિના ચાલશે ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’, સાત કિલોમીટરના માર્ગ પર આકર્ષક લાઈટિંગ અને સરદાર સરોવર ડેમનો ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો બનશે મુખ્ય આકર્ષણ, ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે ભવ્ય આયોજન.

વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રોશનીના રંગોમાં ઝળહળી ઊઠવા સજ્જ છે. રાષ્ટ્રીય એકતા દિવસ, ભારત પર્વ અને દીપોત્સવીની ઉજવણીને વધુ યાદગાર બનાવવા એકતાનગરમાં ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે ત્રણ મહિના સુધી યોજાનારા આ પર્વમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના આશરે સાત કિલોમીટરના માર્ગ પર થીમ આધારિત લાઈટિંગ, ગેન્ટ્રી મોટિફ અને ભવ્ય પ્રકાશ સજાવટ કરવામાં આવશે. મુખ્ય માર્ગની ઇમારતો, વૃક્ષો અને વેલી ઓફ ફ્લાવર્સ તરફ જતા માર્ગને પણ આકર્ષક રોશનીથી શણગારવામાં આવશે.
આ પર્વનું મુખ્ય આકર્ષણ સરદાર સરોવર ડેમ ખાતે યોજાનારો ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો રહેશે, જેને ડેમ વ્યૂ-પોઈન્ટ-૧ પરથી નિહાળી શકાશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા મહાઆરતી, લેસર શો અને યુનિટી ગ્લો ગાર્ડન સહિતનાં પ્રવાસન આકર્ષણો પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવશે.
એકતા પ્રકાશ પર્વનો હેતુ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, ઐતિહાસિક વારસો, વિકાસ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો છે. દિવસ દરમિયાન પ્રકૃતિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા માણ્યા બાદ રાત્રે રોશનીથી ઝળહળતા એકતાનગરનો નજારો પ્રવાસીઓ માટે યાદગાર બનશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને સત્તામંડળના ચેરમેન શ્રી મુકેશ પુરીના માર્ગદર્શન હેઠળ સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે દેશવાસીઓને એકતા પ્રકાશ પર્વ દરમિયાન એકતાનગરની મુલાકાત લેવા અપીલ કરી છે.
આમ, સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિએ યોજાનારું એકતા પ્રકાશ પર્વ પ્રવાસીઓ માટે રોશની, પ્રકૃતિ અને રાષ્ટ્રીય ગૌરવનો અનોખો સંગમ બની રહેશે.
📲Get App