🔥 TRENDING 1.812 million voters may be omitted fr... Telangana ACB arrests civil supplies m... Odisha Government Announces Major Resh... Kanak News Odisha airs 7AM Headlines b... Odisha's Disaster Management Model Dra... Six-Layer Barricade and Joint Delhi‑UP...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બગસરા પેસેન્જર એસોસિએશન દ્વારા ડેપો મેનેજર અને ડ્રાઈવરનું સન્માન

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 12:28 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગસરા પેસેન્જર એસોસિએશન દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ બગસરા એસ.ટી. ડેપોના ડેપો મેનેજર અને એક ડ્રાઈવરનું સન્માન કરવામાં આવ્યું. શ્રાવણ મહિના નિમિત્તે બગસરાથી સોમનાથ બસ શરૂ કરવાની માંગણી સંતોષવામાં આવી હતી.

બગસરા પેસેન્જર એસોસિએશન દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ બગસરા એસ.ટી. ડેપોના ડેપો મેનેજર ગઢવીબેન અને ડ્રાઈવર ભરતભાઈ ભાભરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ મહિના નિમિત્તે બગસરાથી સોમનાથ બસ શરૂ કરવાની મુસાફરોની માંગણીને ડેપો મેનેજરે તાત્કાલિક સ્વીકારીને બસ શરૂ કરી હતી. આ ઉપરાંત, સેવાભાવી ડ્રાઈવર-કંડક્ટરોની નિમણૂકની માંગણી પણ સંતોષવામાં આવી હતી.

એક મહિના સુધી સતત બસ ચલાવી મુસાફરોને પૂરતો સહકાર આપવા અને એસ.ટી. વિભાગને સારી આવક અપાવવા બદલ ડ્રાઈવર ભરતભાઈ ભાભરીયાને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
📲Get App