🔥 ट्रेंडिंग स्मगलर ने स्विट्जरलैंड से 3 किलोग्राम... बिदर का क़रेज़ सिस्टम भारत में जल संरक... कर्नाटक में 2.8 लाख लंबित एसआईआर सुनवा... मैनिपाल टेक्नोलॉजीज़ को मिला प्रिंटवीक... मेटा प्रॉपर्टी एक्सपो-26 शुरू हुआ कोटा... 35% भारतीय खरीदारों ने त्योहारी खरीदार...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલીમાં ગેરકાયદે માંસની દુકાનો અને સ્પા સામે કડક કાર્યવાહીની માંગ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 10 अक्टू. 2026, 12:02 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેક્ટરને રજૂઆત કરી તહેવારો દરમિયાન ગેરકાયદે માંસની દુકાનો, સ્પા અને ગેસ્ટહાઉસમાં તપાસની માંગ કરી છે.

અમરેલી: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ડૉ. છ. જે. ગજેરા દ્વારા અમરેલી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નવરાત્રી અને દિવાળી જેવા પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરમાં ગેરકાયદે રીતે ધમધમતી માંસ-મટનની દુકાનો, સ્પા, ગેસ્ટહાઉસ અને અવાવરું જગ્યાઓ પર કડક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, ધાર્મિક લાગણીઓને માન આપીને શાક માર્કેટ અને બહારપરા જેવા મુખ્ય માર્ગો પર વગર પરમિશને ચાલતી માંસ-મટનની દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ દુકાનો જાહેર જનતા માટે અસુવિધાજનક અને અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી હોવાનું પણ જણાવાયું છે.

આ ઉપરાંત, રાત્રિના સમયે શહેરમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અવાવરું સ્થળો પર વિશેષ તકેદારી રાખવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક વાલીઓને જાણ કરવા માટે પણ કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે. સ્પા અને હોટેલોમાં ‘પથિક’ સોફ્ટવેર દ્વારા થતી એન્ટ્રીનું નિયમિત ચેકિંગ કરવા અને તેના પાલનની ખાતરી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
📲Get App