🔥 ट्रेंडिंग पठानकोट‑जोगिंदर नगर नैनर‑गेज ट्रेनें 1... पठानकोट बनेगा वैश्विक संवाद केंद्र, 14... अमृतसर के केंद्रीय सिख संग्रहालय में त... SGPC हर पंजाब विधानसभा क्षेत्र में आयो... दिल्ली में कॉकरोच जनता पार्टी ने तीन न... బతుకమ్మ పండుగ వేడుకలు
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં નવરાત્રી ગરબા આયોજકો માટે ફાયર વિભાગની નવી માર્ગદર્શિકા: સુરક્ષાના કડક નિયમો લાગુ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 10 अक्टू. 2026, 11:00 PM 👁 27
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા રસિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને બંધ એરકન્ડિશન્ડ (AC) ડોમ માટે કડક નિયમો ઘડવામાં આવ્યા છે.

સુરત શહેરમાં આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા રસિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શહેરમાં વધી રહેલા ક્લોઝ્ડ એરકન્ડિશન્ડ (AC) ડોમ કલ્ચરને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે આકરા નિયમો ઘડ્યા છે. AC ડોમ સંપૂર્ણ બંધિયાર હોવાથી ત્યાં પ્રત્યેક ચોરસ મીટર દીઠ વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આયોજકો માટે અંદર આવતા-જતા લોકોનો સચોટ હેડકાઉન્ટ રેકોર્ડ રાખવો ફરજિયાત બનાવાયો છે.

ગરબા મંડપો માટે ફાયર NOC મેળવવા માટે 500 ચોરસ મીટર ક્ષેત્રફળ, 9 મીટર ઊંચાઈ અને 50થી વધુ લોકોની ક્ષમતા ધરાવતા સ્થળોએ 15 મીટરથી ઓછું એક્ઝિટ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ, ગ્લો સાઈનેજ સાથે ઇમરજન્સી એક્ઝિટ, પૂરતા ફાયર સાધનોની ઉપલબ્ધતા અને સ્થળ પર તાલીમ પામેલ મેનપાવર જેવા મુખ્ય પાંચ મુદ્દાઓનું પાલન કરવું પડશે. આ નિયમોનું પાલન નહીં કરનાર કે ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી કરનાર આયોજકો સામે ફાયર વિભાગ તાત્કાલિક નોટિસ ફટકારી પોલીસ ફરિયાદ નોંધાવશે અને સક્ષમ સત્તા દ્વારા મંડપ બંધ કરાવવા સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફાયર વિભાગ દ્વારા મંડપ આયોજકો માટે કુલ 30 મુદ્દાઓની વિસ્તૃત માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં જણાવેલા પાંચ સૌથી મહત્વપૂર્ણ નિયમોનું દરેક આયોજકે ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રી દરમિયાન કોઈપણ દુર્ઘટનાને અટકાવીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
📲Get App