🔥 TRENDING Nani Unveils Nithiin’s Romance Film ‘A... Official Trailer of Horror Film 'The E... IIT Bombay Tightens Exam Malpractice R... Mumbai experiences first post‑monsoon... Business Standard Publishes Feature “W... BGPM and Gorkhaland Apex Committee Hol...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવરડા પ્રાથમિક શાળા માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 11:55 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બાવરડા પ્રાથમિક શાળા માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું*

સાંતલપુર તાલુકાના બાવરડા પ્રાથમિક શાળા ખાતે ગત રોજ સી.આર. સી કલસ્ટર સીધાડા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ઉત્સાહભેર યોજાયું જેમાં કલસ્ટર ની કુલ 12 શાળાઓના7બાળ વૈજ્ઞાનિકો એ પાંચ વિભાગોમાં વિવિધ કૃતિઓ રજૂ કરી હતી
પ્રદર્શન વિભાગ 1 માં દઈગામડા ,વિભાગ 2 અને 4 માં સીધાડા પે સેન્ટર તથાં વિભાગ 3 અને 5માં બાવરડા પ્રાથમિક શાળા એ પ્રથમ ક્રમ મેળવી શાળા નું ગૌરવ વધાર્યું વિજેતા અને ભાગ લેનાર તમામ બાળકો ને પ્રમાણપત્રો અને નોટબુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
કાર્યક્રમ માં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયરામભાઈ વઢેર, બી.આર.સી કો ઓર્ડીનેટર સામંતભાઈ આહિર, બીટ કેળવણી નિરીક્ષક પિયુષભાઈ દરજી, સી.આર. સી દિનેશભાઈ પંચાલ શાળા ના આચાર્ય હિતેશસિંહ રાજપૂત હાજર રહ્યા તમામ કાર્યક્રમ નું સંચાલન પંકજસિહ પરમાર અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું
📲Get App