🔥 TRENDING Krunal Pandya Likely to Captain India... जावरा में बिजली विभाग की लापरवाही: लाख... લાલપુર: રીંઝપર રોડ પર ઘોડી સાથે રીલ્સ... Joju George-Urvashi Thriller ‘Aasha’ t... Tamil Nadu By‑Election 2026: Unexpecte... Tamil Nadu CM Vijay Launches Dream Oly...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરા: પ્રેમ પ્રકરણમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રૂર હત્યા

✍️ Reporter: Shahid Rathod 🗓 09 Oct 2026, 11:44 AM 👁 28
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણ હોઈ ગામે પ્રેમ પ્રકરણમાં એક વિધવા મહિલાની તેના પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણ હોઈ ગામે પ્રેમ પ્રકરણમાં એક વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા પ્રેમીએ પોતાના લિવ-ઇન પાર્ટનર (વિધવા મહિલા) સાથે કોઈ બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાઈને તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App