🔥 TRENDING ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા નવરાત... ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ: વાહનચાલ... લિંબાયત પોલીસે ૩૫ પેટી અંગ્રેજી દારૂ સ... જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 12 ઓક્ટો... Sukanya Samriddhi Yojana Crosses 300,0... J&K Post Offices Link Exporters and Ar...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સઘન પ્રયાસો
Crime

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સઘન પ્રયાસો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 09 Oct 2026, 06:38 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીને ડામવા માટે પોલીસ કમિશનરશ્રીના નિર્દેશ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રયાસોના ભાગરૂપે એક આરોપી પાસેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે.

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવવા અને તેના પર અસરકારક નિયંત્રણ લાવવા માટે પોલીસ કમિશનરશ્રી, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ બ્રાન્ચ) અને એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના નાયબ પોલીસ કમિશનરશ્રી રાહુલ ત્રિપાઠી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના પાલનમાં, મદદનીશ પોલીસ કમિશનરશ્રી એસ.એસ.નિનામાના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી.ભટ્ટ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ.પટેલ અને શ્રી એ.એ.વ્યાસની ટીમો દ્વારા આ દિશામાં સક્રિયપણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. લીયાકતઅલી જહાંગીરખાનને બાતમી મળતાં, તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ બાતમીના આધારે, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં, અલીફ કોમ્પલેક્ષની બાજુમાં, સુલેમાની મસ્જીદ પાસે આવેલ અલ મુબારક રો-હાઉસના મકાન નંબર એ/૨ ખાતેથી આરોપી નાસીર મોહંમદભાઇ સૈયદ (ઉંમર ૪૭) ને તેના કબજા ભોગવટાવાળા મકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો.
📲Get App