🔥 TRENDING દાહોદ: પીપળા પાણી ગામમાં પૂજાબેન રાજુભ... पुणे: नाना पाटेकर का राजकीय सम्मान के... મહેસાણા: બાળ કલ્યાણ સમિતિ દ્વારા અનાથ... साबला ਫਿਰੋਜ਼ਪੁਰ ''ਚ ਪਰਾਲੀ ਪ੍ਰਬੰਧਨ ਲਈ ਪ੍ਰਸ਼ਾਸ... हनुमानगढ़: खाद्य कारोबारियों संग बैठक,...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચોમાસા બાદ ગુજરાતના તમામ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા: સિંહ દર્શનનો રોમાંચ શરૂ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 09 Oct 2026, 03:12 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ ગુજરાતના સાસણ ગીર, બરડા, આંબરડી અને ગિરનાર સહિતના તમામ સફારી પાર્ક આવતીકાલ, ૯ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવશે. વન વિભાગે નિયમિત તારીખ કરતાં એક અઠવાડિયું વહેલાં પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ ગુજરાતના સાસણ ગીર, બરડા, આંબરડી અને ગિરનાર સહિતના તમામ સફારી પાર્ક આવતીકાલ, ૯ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિધિવત વિદાયની જાહેરાત થતાં, વન વિભાગે આ વર્ષે નિયમિત તારીખ (૧૬ ઓક્ટોબર) કરતાં એક અઠવાડિયું વહેલાં સફારી પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ગીર વન્યજીવ વર્તુળના વન સંરક્ષક ડો. રામ રતન નાલાના જણાવ્યા અનુસાર, આજે સવારે ૬:૩૦ વાગ્યે પ્રથમ સફારી જીપ્સીને ગીર અભયારણ્યમાં પ્રવેશ અપાશે. સિંહ દર્શન અને પ્રકૃતિ નિહાળવા ઉત્સુક પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા ઓનલાઈન સફારી બુકિંગ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગીર દેશ-વિદેશના વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાથી, સફારી પાર્ક વહેલાં શરૂ કરવાના આ નિર્ણયથી પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લહેર છવાઈ છે. પ્રવાસીઓ હવે ફરી એકવાર ગીરના જંગલની સુંદરતા અને ગીરના રાજા સિંહના દર્શનનો રોમાંચ માણી શકશે.
📲Get App