જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ વાંસદા તાલુકાના ઉનાઈ અને નવતાડ ગામની મુલાકાત લીધી:

**
આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, અને પુસ્તકાલયની મુલાકાત લઈ આરોગ્ય, શિક્ષણ અને બાળપોષણની સ્થિતિ અંગે માહિતી મેળવી
**
મહાત્મા ગાંધી પુસ્તકાલયમાં વધારાના હૉલના નિર્માણ અને સોલાર પેનલ સ્થાપવાની દરખાસ્ત કરવા મંજૂરી અંગે કલેક્ટર ને રજૂઆત કરી.
નવસારી, શુક્રવાર : નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ વાંસદા તાલુકાના ઉનાઈ અને નવતાડ ગામની મુલાકાત લઈ પાયાની સુવિધાઓ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, બાળપોષણ અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અને સુવિધાઓના સુદૃઢીકરણ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉનાઈ ગામે ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગામની વસ્તી, આંગણવાડીઓ, જર્જરિત શાળાઓ, પાણીની સમસ્યા અને વન્યપ્રાણી દીપડાના આંટાફેરા સહિતના સ્થાનિક પ્રશ્નોની માહિતી મેળવી હતી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા પોષણક્ષમ આહાર, કુપોષિત બાળકોની સ્થિતિ, પોષણ કિટનું વિતરણ અને વાલીઓના કાઉન્સેલિંગ અંગે જાણકારી મેળવી હતી.
કલેક્ટરશ્રીએ ઉનાઈ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન દર્દીઓની સંખ્યા, હાઈ-રિસ્ક સગર્ભાવસ્થાના કેસો, સગર્ભા મહિલાઓને આપવામાં આવતું માર્ગદર્શન, લેબોરેટરીનાં સાધનો અને ઇન-પેશન્ટ વિભાગ (IPD)ની સુવિધાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા તથા જરૂરી માહિતી દર્શાવતાં બોર્ડ નિયમિતપણે અદ્યતન રાખવા અંગે પણ સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, મહાત્મા ગાંધી પુસ્તકાલયની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ અભ્યાસ માટે આવતા બાળકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની અભ્યાસલક્ષી જરૂરિયાતો, પુસ્તકાલયમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા અભ્યાસ માટે વધુ સારી વ્યવસ્થા ઊભી કરવા અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સુવિધા મળી રહે તે હેતુથી પુસ્તકાલયમાં વધારાનો હૉલ બનાવવા તથા સોલાર પેનલ સ્થાપવા અંગેની દરખાસ્તને કલેક્ટરશ્રીએ મંજૂરી આપી હતી.
ત્યારબાદ ઉનાઈ માતાજીના મંદિરની મુલાકાત દરમિયાન શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ રોકાણ માટેના હૉલની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી.
નવતાડ ગામે ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગામની વસ્તી, આંગણવાડીઓ, જર્જરિત શાળાઓ, પાયાની સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રને લગતા પ્રશ્નો, સંરક્ષણ દીવાલની જરૂરિયાત અને રસ્તાઓની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, ગામમાં પુસ્તકાલયની ઉપલબ્ધતા, અભ્યાસ માટે આવતા બાળકોની સંખ્યા અને અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન વાંસદા પ્રાંત અધિકારીશ્રી ભાર્ગવ માહલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ પટેલ, મામલતદારશ્રી મિત મોદી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.