🔥 ट्रेंडिंग इंदौर‑दिल्ली की चार ट्रेनें निरस्त, दि... उरई से झांसी सिटी तक का सफर, बदलती झां... કચ્છ: ખાવડા નજીક ભયાનક અકસ્માત, 7 શ્રમ... बिलौंची में सड़क सुरक्षा की मांग को ले... सभी मकान मालिकों को 24 घंटे पहले सूचना... दुर्गा पूजा को लेकर पुलिस अलर्ट, डीजे...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૪૬ સ્ટાફ નર્સની આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

✍️ रिपोर्टर: Hariom Borse 🗓 09 अक्टू. 2026, 04:20 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ (વર્ગ-૩)ની ૧૪૬ ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી દર્દીઓની સેવા-શુશ્રૂષા વધુ ગુણવત્તાસભર બનશે.

ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અધિક નિયામક (તબીબી સેવાઓ અને શિક્ષણ) સાથેની બેઠક બાદ, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ (વર્ગ-૩)ની ૧૪૬ ખાલી જગ્યાઓ પર માન્ય એજન્સી મારફતે આઉટસોર્સથી ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં નર્સિંગ કેરની સુધારણા અને ક્રિટિકલ કેર સિસ્ટમને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે મંજૂર થયેલી ખાલી જગ્યાઓ પર ૧૪૬ નર્સિંગ સ્ટાફની આઉટસોર્સિંગથી ભરતી તબીબી અધિક્ષક દ્વારા ત્વરિત હાથ ધરવામાં આવશે. આ નિર્ણય દર્દીઓની સંભાળ અને સારવારની ગુણવત્તામાં વધારો કરશે.

નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, નર્સિંગ કેર એ દર્દીની સારવારની પાયાની જરૂરિયાત છે. હોસ્પિટલમાં આવતા દરેક દર્દીની યોગ્ય સંભાળ અને ઇમરજન્સી કેસોમાં ક્રિટિકલ કેર સુધારવા માટે પૂરતો નર્સિંગ સ્ટાફ અત્યંત આવશ્યક છે. આરોગ્ય મંત્રીશ્રીના સકારાત્મક નિર્ણય અને માર્ગદર્શન હેઠળ મંજૂર થયેલી જગ્યાઓ પર આઉટસોર્સથી સ્ટાફ ઉપલબ્ધ થતાં વોર્ડમાં દર્દીઓની દૈનિક સેવા-શુશ્રૂષા વધુ ઝડપી અને ગુણવત્તાસભર બનશે.

વધુમાં અધિક્ષકે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજે ૪૫૦૦થી વધુ દર્દીઓ ઓપીડી, ૧૫૦૦થી વધુ ઇનડોર દર્દીઓ અને ૩૦૦થી વધુ ક્રિટિકલ કેર દર્દીઓ ઇમરજન્સી વિભાગમાં સારવાર મેળવે છે. નર્સિંગ સ્ટાફની ભરતી થવાથી ઇમરજન્સી તેમજ આઈસીયુ સહિત તમામ વોર્ડમાં ક્રિટિકલ કેર સિસ્ટમ મજબૂત થશે અને દર્દીઓને વધુ સંવેદનશીલ તેમજ સક્ષમ આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાશે. આનાથી હોસ્પિટલના આઈસીયુ, મેડિકલ તેમજ સર્જિકલ વિભાગોમાં નર્સિંગ સ્ટાફની ક્ષમતા વધશે, જેનાથી દર્દીઓની દેખરેખ વધુ સક્ષમ બનશે.
📲Get App