Local
લાઠી: ચાવંડ-હિરણા નોન-પ્લાન રોડનું રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત
લાઠી તાલુકાના ચાવંડથી હિરણા ગામને જોડતા નોન-પ્લાન રોડના નિર્માણ કાર્યનું ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડના નિર્માણથી સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને મોટી સુવિધા મળશે.
લાઠી તાલુકાના ચાવંડ ગામથી હિરણા ગામને જોડતા નોન-પ્લાન રોડના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. આશરે રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
લાંબા સમયથી આ વિસ્તારના લોકો દ્વારા આ રોડની માંગણી કરવામાં આવી રહી હતી. રોડનું કામ શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મજબૂત માર્ગ વ્યવસ્થા અત્યંત આવશ્યક છે.
આ નવા રોડના નિર્માણથી ચાવંડ, હિરણા તેમજ આસપાસના અન્ય ગામોના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે અવરજવરમાં નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓના કારણે લાઠી તાલુકામાં વિકાસ કાર્યોને નવી ગતિ મળી છે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, પૂર્વ સદસ્યો, સ્થાનિક સરપંચ, પંચાયતના સભ્યો, વિવિધ આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.