🔥 ट्रेंडिंग પોષણથી સમૃદ્ધ બાળપણ, સ્વસ્થ ભવિષ્યની મ... राजस्थान: खाद्य सुरक्षा योजना में अपात... Young leader Nikhil Kumaraswami welcom... नवादा: रोह में राजकीय डिग्री कॉलेज की... महाराष्ट्र ने MHT-CET 2027 को कक्षा 12... પોલીસ દ્વારા સાયબર સુરક્ષા અને છેતરપિં...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા પોલીસે પોશીનામાંથી ૧૩ કિલોથી વધુ ગાંજાના છોડ સાથે એકને ઝડપ્યો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 09 अक्टू. 2026, 07:00 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા એન્ટી નાર્કોટીક્સ વીંગ પોલીસે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારના દોતડ ગામમાંથી ૧૩.૧૪૩ કિલોગ્રામ ગાંજાના વાવેતર કરેલા છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાના છોડ અને માટીના નમૂના કબજે કર્યા છે.

સાબરકાંઠા જીલ્લામાં નાર્કોટીક્સની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની સૂચનાઓને પગલે, આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એન્ટી નાર્કોટીક્સ વીંગ, સાબરકાંઠા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જે.વાળાના માર્ગદર્શન હેઠળ અને પો.સ.ઈ. શ્રી. આર.કે. ગજ્જરની રાહબરીમાં એન્ટી નાર્કોટીક્સ વીંગનો સ્ટાફ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન, ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે દોતડ ગામમાં રોડની સાઇડમાં આવેલા પ્રવિણભાઇ બાબુભાઇ તરાલ નામના આરોપીના રહેણાંક મકાનની બાજુમાં આવેલા ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક પંચોની રૂબરૂમાં સદર જગ્યાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આરોપીના કબજા ભોગવટાના કપાસના વાવેતરવાળા ખેતરમાં, કપાસની આડમાં ઉગાડેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ ૧૦ નંગ ગાંજાના લીલા છોડ, જેનું વજન ૧૩.૧૪૩ કિલોગ્રામ હતું, તેને કબજે લીધું હતું. આ ઉપરાંત, FSL માટે માટીના નમૂના અને કંટ્રોલ સેમ્પલ માટી પણ કબજે કરવામાં આવી હતી.

પોલીસે ગાંજાના મુદ્દામાલની અંદાજિત કિંમત ૫,૫૭,૧૫૦/- રૂપિયા આંકી છે. પોલીસે આરોપી પ્રવિણભાઇ બાબુભાઇ તરાલ, રહેવાસી જોગત ફળીયુ, દોતડ, તા. પોશીના, જી. સાબરકાંઠાને ઝડપી પાડી, મુદ્દામાલ સાથે પોશીના પોલીસ સ્ટેશન ખાતે સુપરત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.સ.ઈ. શ્રી. આર.કે. ગજ્જર, PC સુમતિભાઇ, ASI જયદિપકુમાર, PC અભિજીતસિંહ, ASI રાજેન્દ્રસિંહ અને PC સુશીલકુમાર સહિતનો સ્ટાફ સામેલ હતો.
📲Get App