अपराध
નિકોલમાં કેક પર લખાણ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે મારામારી, પોલીસ તપાસ શરૂ
यहाँ देखें:
▶️ YouTube
નિકોલમાં એક બેકરીમાં કેક પર લાલને બદલે સફેદ અક્ષરે નામ લખાતાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગ્રાહક સહિતના ટોળાએ દુકાનદાર પર હુમલો કર્યો હતો.
નિકોલ વિસ્તારમાં આવેલા એક બેકરીમાં કેક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ગ્રાહકે કેકની ઉપર લાલ અક્ષરોમાં નામ લખાવવા જણાવ્યું હતું, પરંતુ દુકાનદારે ભૂલથી સફેદ અક્ષરોમાં નામ લખી દીધું હતું. આ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.
બોલાચાલી બાદ પરિસ્થિતિ વણસી હતી અને ગ્રાહક સહિતના ટોળાએ દુકાનદાર પર હુમલો કરીને માર માર્યો હતો. આ ઘટના બાદ દુકાનદાર યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે માર માર્યા અંગે અરજી નોંધાવી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડવાની ખાતરી આપી છે.