વિરમગામ–ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રકનું સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
વિરમગામ ધ્રાંગધ્રા હાઈવે પર તિરંગા સર્કલથી ધ્રાંગધ્રા તરફ જઈ રહેલી એક ટ્રકના ના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે હોટલ સફરની સામે આવેલી રોડની લોખંડની રેલિંગ તોડી ટ્રક રેલિંગ ઉપર ચડી ગઈ હતી. અને માઈલ સ્ટોન સાથે ભટકાયેલ હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક GJ12 BX 4838 અશોક લેલન કંપનીની હતી અને કચ્છ પાર્સિંગની હતી જે ટ્રક વિરમગામ તરફથી ધ્રાંગધ્રા તરફ જઈ રહી હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકો એકત્ર થયા હતા.સદનસીબે મોટી દુર્ઘટના ટળી અને કોઈ જાનહાનિ થઈ નથી. રિપોર્ટર આસીક અલી ગીલાણી, વિરમગામ