🔥 ट्रेंडिंग मेघालय के सांसद जेम्स संगमा ने केंद्र... होप के शतकीय पारी से वेस्टइंडीज ने हास... मेघालय ने नेशनल एजुकेशन पॉलिसी 2020 का... मेघालय में मध्याह्न भोजन रसोइयों ने कम... સાબરકાંઠા LCB દ્વારા ગુરુગ્રામથી અકસ્મ... मराठी चित्रपट इंडस्ट्री बचाव आंदोलन सा...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાવડા પાસેનો આરી પાર્ક રોડ બન્યો ગોઝારો: અકસ્માતમાં સાતના મોત: ખાવડા પાસેનો આરી પાર્ક રોડ બન્યો ગોઝારો અકસ્માતમાં સાતના

મોત

ખાવડા પાસેનો આરી પાર્ક રોડ બન્યો ગોઝારો: અકસ્માતમાં સાતના મોત: ખાવડા પાસેનો આરી પાર્ક રોડ બન્યો ગોઝારો અકસ્માતમાં સાતના મોત

✍️ रिपोर्टर: Naresh katua 🗓 09 अक्टू. 2026, 10:08 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છના ખાવડા સિ્થત આરી પાર્ક જતા રોડ પર| ગમખ્વાર અકસ્માત સર્જાયો. કામદારોને લઈ જતી બોલેરો ગાડીને સામેથી અવતા વાહને જોરદાર ટક્કર મારતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત| નીપજ્યા છે. જ્યારે 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જતા માર્ગ પર| બનેલી આ દુર્ઘટનામાં બોલેરોમાં ક્ષમતાથી અનેક ગણા એટલે કે 25 જેટલા કામદારોને બેસાડવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોના ભુક્કા બોલી ગયા. અકસ્માતમાં મૃત્યુ પામનાર અને ઘાયલ| થનાર મોટાભાગના લોકો ઉત્તરપ્રદેશના સિતાપુર અને બિહારના રહેવાસી છે. તેઓ આરી પાર્કમાં મજૂરી કામ કરતા હતા. તમામ ઘાયલોને 108 મારફતે પ્રથમ ખાવડા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ સિવિલ હોસિ્પટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પણ ભુજ ખાતે કરવામાં આવ્યું.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ખાવડા રોડ પર રોજિંદા ધોરણે ખનીજ અને પેસેન્જર ભરેલી ગેરકાયદેસર| ગાડીઓ દોડે છે. ઓવરલોરિ્ડંગ અને ટ્રાફિક નિયમોના| ઉલ્લંઘનના કારણે જ આજે આટલી મોટી જાનહાનિ| થઈ. આરી પાર્ક વિસ્તારમાં આ પ્રકારનો આ પહેલો મોટો અકસ્માત છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને LCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટક્કર મારનાર વાહન અને ચાલકની શોધખોળ હાથ ધરી છે.| ઓવરલોરિ્ડંગ અને ગેરકાયદેસર પરિવહન અંગે પણ| તપાસ કરવામાં આવી રહી છે. મરણ જનાર મોટા ભાગના ઉત્તર ભારતના છે જેમના નામ બીરેશ જગદેવ| પાસવાન, દેશરાજ સુજલાલ પાસવાન, સંદિપકુમાર દોલીરામ પાસવાન, કુલદિપકુમાર રામકુમાર પાસવાન, અનુપ ચેતરામ પાસવાન, અનિલ રામપાલ પાસવાન, કૈલાશ રામધન મંડલ છે જ્યારે રાહુલ પાસવાન, અંકિત પાસવાન, પ્રમોદ પાસવાન, નનકન્ના પાસવાન, સત્યેન્દ્ર| પાસવાન, ધર્મેન્દ્ર પાસવાન, અનિલ પાસવાન, સુશીલ| પાસવાન, ઉમેશ પાસવાન, વિજય પાસવાન, મુકેશ| પાસવાન, સુરેન્દ્ર પાસવાન, જાવેદ સમાન, અવધેશ ચૌહાણ, રાજેન્દ્ર પાસવાન, બીપીન પાસવાન, ઉભમ| પાસવાન, અર્જુન પાસવાન, રામસિંગ પાસવાન, અજય પાસવાન, પ્રદિપ પાસવાન, વિકાશ પસવાન, અકબર ખલીફા સહિત 25 લોકો ઘાયલ થયા.પ્રધાનમંત્રીએ કચ્છના ખાવડામાં થયેલા અકસ્માતમાં શોક વ્યક્ત કર્યો અને X પર પોસ્ટ કર્યું; ગુજરાતના| કચ્છમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ વિશે જાણીને ખૂબ દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના| સ્વજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું
📲Get App