🔥 ट्रेंडिंग ખેરાલુ તાલુકાના નાની હીરવાણી ગામમાં પી... मणिपुर के मुख्यमंत्री ने संघर्ष‑ग्रस्त... मुख्यमंत्री योगी आदित्यनाथ से सांसद रव... पूर्व मुख्यमंत्री एन. बिरेन सिंह ने भा... बुलंदशहर के धल्ला गाँव के तालाब की बिग... शिलॉंग टीयर रिजल्ट 30 अक्टूबर 2026: आज...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચનો 'ગોલ્ડન સ્ટોન': કરોડોની કાનૂની લડત અને અસ્મિતાનું પ્રતીક શું તમે જોયો છે ?
स्थानीय

ભરૂચનો 'ગોલ્ડન સ્ટોન': કરોડોની કાનૂની લડત અને અસ્મિતાનું પ્રતીક શું તમે જોયો છે ?

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 09 अक्टू. 2026, 09:12 PM 👁 52
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના જૂના બજારમાં રસ્તાની વચ્ચોવચ્ચ આવેલો એક સામાન્ય પથ્થર, જે 'ગોલ્ડન સ્ટોન' તરીકે ઓળખાય છે, તે બ્રિટિશ કાળની એક અનોખી કાનૂની લડત અને સ્થાનિક અસ્મિતાનું પ્રતીક બની ગયો છે.

આજના આધુનિક યુગમાં જ્યાં વિકાસ માટે મોટી ઇમારતો તોડી પાડવામાં આવે છે, ત્યારે ભરૂચના જૂના બજાર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ આવેલો એક સામાન્ય દેખાતો પથ્થર આજે પણ અડીખમ ઊભો છે. સ્થાનિક સ્તરે 'ગોલ્ડન સ્ટોન' તરીકે ઓળખાતો આ પથ્થર તેની પાછળ છુપાયેલા બ્રિટિશ કાળના રોચક ઇતિહાસ અને કરોડોની કાનૂની લડતને કારણે કિંમતી બન્યો છે.

આ વિવાદની શરૂઆત ઈ.સ. ૧૮૭૦ના દાયકામાં થઈ હતી, જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન ભરૂચ નગરપાલિકા દ્વારા ચુનારવાડાથી જૂના બજાર સુધીના નવા રસ્તાનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. આ રસ્તો જૂની 'દેસાઈજીની હવેલી' પાસેથી પસાર થતો હતો, અને રસ્તાના સીધા રેખાંકન માટે હવેલીનો એક ખૂણો અને ત્યાં આવેલો પથ્થર નડતરરૂપ હોવાનું કહી નગરપાલિકા તેને હટાવવા માંગતી હતી. જોકે, દેસાઈ પરિવારે જનહિત માટે અગાઉ જમીન આપી હોવા છતાં, પોતાની સદીઓ જૂની હવેલીની ઓળખ સમાન આ પથ્થરને હટાવવાનો મક્કમ વિરોધ કર્યો.

આ વિવાદ સ્થાનિક અદાલતોથી શરૂ થઈને છેક લંડનની સર્વોચ્ચ અદાલત ગણાતી બ્રિટિશ પ્રિવિ કાઉન્સિલ સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોએ આ કેસ લડવા માટે તે જમાનામાં પુષ્કળ નાણાં ખર્ચ્યા હતા. વર્ષો સુધી ચાલેલી આ લાંબી અને ખર્ચાળ કાનૂની લડાઈમાં આખરે દેસાઈ પરિવારની જીત થઈ અને બ્રિટિશ અદાલતે ચુકાદો આપ્યો કે પથ્થર અને હવેલીનો ખૂણો હટાવી શકાશે નહીં.

કેસ જીત્યા બાદ રસ્તાનું નિર્માણ પથ્થરને યથાવત રાખીને તેની આજુબાજુથી વળાંક લઈને કરવું પડ્યું. લોકવાયકા મુજબ, આ કેસ પાછળ થયેલા અધધ ખર્ચને કારણે જ સ્થાનિક લોકોએ આ પથ્થરને 'ગોલ્ડન સ્ટોન' નામ આપ્યું. ૧૫૦થી વધુ વર્ષો વીતી ગયા હોવા છતાં, આ પથ્થર ભરૂચના જૂના બજારના વળાંક પર મોજૂદ છે અને ભરૂચની ન્યાયપ્રિયતા, મક્કમતા અને ભવ્ય વારસાની યાદ અપાવે છે, જે પ્રવાસીઓ માટે આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
📲Get App