🔥 TRENDING गढ़ में राम जन्म लीला का भव्य मंचन: हज... Rain and Thunderstorms Expected Across... TVK Leads in Tamil Nadu By‑Polls for M... Youth Surge Powers TVK to Win Tamil Na... Bhopal Mufti Declares Muslim Youth Par... Madhya Pradesh Touted as Top Investmen...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણા: બાળ કલ્યાણ સમિતિ દ્વારા અનાથ દીકરીને 'પાલક માતા-પિતા યોજના'નો લાભ અપાવવા પ્રયાસ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 03:58 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસનગર શાળાની મુલાકાત દરમિયાન બાળ કલ્યાણ સમિતિની ટીમે એક અનાથ દીકરીને 'પાલક માતા-પિતા યોજના'નો લાભ મળે તે માટે પહેલ કરી છે. આ માટે બાળકીના પિતાને પોલીસ સ્ટેશન બોલાવી જરૂરી દસ્તાવેજો મેળવવામાં મદદ કરવામાં આવી..

મહેસાણાના-:
વિસનગર ખાતેની એક શાળાની મુલાકાત દરમિયાન, બાળ કલ્યાણ સમિતિની એક ટીમે એક અનાથ દીકરીના કલ્યાણ માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. શાળાના આચાર્ય દ્વારા બાળકીને 'પાલક માતા-પિતા યોજના'નો લાભ મળે તે અંગે યોગ્ય મદદ કરવા સૂચન કરાયું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના પિતાના અવસાન બાદ તેની માતાએ વિજાપુર તાલુકાના લાડોલ ગામે પુનઃલગ્ન કરી લીધા છે.માતાના પુનઃલગ્ન અંગેની હકીકત જાણ્યા બાદ, બાળ કલ્યાણ સમિતિના સભ્ય તાત્કાલિક શાળાના આચાર્ય અને બાળકી સાથે લાડોલ ગામ પહોંચ્યા.ત્યાં બાળકીના પિતા લાડોલ હોમગાર્ડમાં નોકરી કરતા હોવાની માહિતી મળતાં તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈ.ને મળ્યા.બાળ કલ્યાણ સમિતિના સભ્યે પોતાનો પરિચય આપી બાળ આયોગની માહિતી આપી અને બાળકીના પિતાને પોલીસ સ્ટેશનમાં બોલાવી માતાના પુનઃલગ્નનો તલાટીનો દાખલો કઢાવી આપવા જણાવ્યું..

પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા દાખલો મેળવી આપવામાં સહયોગની ખાતરી આપવામાં આવી, જેના પગલે યોજના અંગેની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ. આર્થિક સંકળામણને કારણે બાળકીનો અભ્યાસ અટકશે નહીં તે અંગે શાળાના આચાર્ય પણ આશ્વાસન પામ્યા હતા.આ કાર્યવાહી બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
📲Get App