🔥 TRENDING Delhi Police Refuse Permission for CJP... Delhi Police Issues Open Letter Urging... नरहरपुर में हत्या के मामले में अदालत न... Bihar CM Samrat Chaudhary orders polic... Bihar CM Samrat Chaudhary calls NDA Le... Rainfall deficit of up to 59% in 12 Ma...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાલ વિજયનગર ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી: સંરક્ષણ અને પર્યાવરણ જતનના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 12:25 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાલ વિજયનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણના જતનનો મહત્વપૂર્ણ સંદેશ અપાયો..

સાબરકાંઠામાં-:
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલ વિજયનગર ખાતે આવેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત મહાનુભાવોએ વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણના જતનનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વન્યજીવોનું સંરક્ષણ એ માત્ર આપણી ફરજ જ નથી,પરંતુ કુદરતી વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાની આપણી સહિયારી જવાબદારી પણ છે તેવા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા..

આ પ્રસંગે સૌને પ્રકૃતિ અને વન્યજીવો વચ્ચેનું સંતુલન જાળવી પર્યાવરણના સંરક્ષણ માટે સાથે મળીને કાર્ય કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
📲Get App