🔥 TRENDING वाराणसी के नेशनल स्कूल में स्वास्थ्य ज... हैदरगढ़ में अधिवक्ता पर धारदार हथियार... Pakistan Withdraws from 2026 Hockey As... Punjab appoints Gaurav Yadav as full‑t... Akhil Gogoi says minorities have deser... Experts Examine Two Centuries of Assam...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં 'જોય ઑફ ગિવિંગ' અભિયાનનો પ્રારંભ: જરૂરિયાતમંદોને મળશે ઉપયોગી વસ્તુઓ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 09:55 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા અને ભારત વિકાસ પરિષદ દ્વારા દિવાળી પહેલાં જરૂરિયાતમંદોને ઘરવખરી પહોંચાડવા અને પર્યાવરણ જાળવણીના હેતુથી 'જોય ઑફ ગિવિંગ' અભિયાન શરૂ કરાયું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં ‘જોય ઑફ ગિવિંગ’ (Joy of Giving) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.દિવાળીના તહેવાર પહેલાં જરૂરિયાતમંદ પરિવારો સુધી ઉપયોગી ઘરવખરી પહોંચાડવા અને પર્યાવરણનું જતન કરવાના ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદની હિંમતનગર શાખા દ્વારા હિંમતનગર નગરપાલિકાના સહયોગથી આ પહેલ હાથ ધરાઈ છે.‘પિતૃ તર્પણ સાથે અર્પણ’ના સંદેશ સાથે શરૂ કરાયેલા આ અભિયાનમાં નાગરિકોને ઘરમાં રહેલી જૂની પરંતુ ઉપયોગી વસ્તુઓ દાન કરવા અપીલ કરવામાં આવી છે.હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડીયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને અભિયાનનો શુભારંભ કરાયો હતો..

આ અભિયાન અંતર્ગત તારીખ 9, 10 અને 11 ઓક્ટોબર, 2026 દરમિયાન દરરોજ બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધી હિંમતનગરમાં અહિંસા સર્કલ પાસે વડલા નજીક આવેલા પંચદેવ મંદિર ચાર રસ્તા પાસેના RRR સેન્ટર ખાતે વસ્તુઓ એકત્રિત કરવામાં આવશે.નાગરિકો દ્વારા દાનમાં આપવામાં આવતી વસ્તુઓમાં ઉપયોગી કપડાં, ખાસ કરીને ગરમ કપડાં, ચાદર, ધાબળા, વાસણો, બાળકોની સ્ટેશનરી, રમકડાં તેમજ વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે વૉકિંગ સ્ટિક, વૉકર અને વ્હીલચેર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. એકત્રિત કરાયેલી વસ્તુઓ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રૂબરૂ પહોંચાડવામાં આવશે.આ અભિયાનની વિશેષતા એ છે કે ઘરવપરાશની ઉપયોગી વસ્તુઓના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવા ઉપરાંત નાગરિકો બિનઉપયોગી ઇલેક્ટ્રોનિક કચરો પણ આપી શકશે,જેનો નગરપાલિકા દ્વારા યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે.આ અભિયાન દ્વારા જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવાની સાથે કચરાનું પ્રમાણ ઘટાડવા અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.અભિયાનમાં ઘરેથી ઉપયોગી વસ્તુઓ લાવી દાન કરનારા નાગરિકોને પ્રોત્સાહનરૂપે કાપડની થેલી અને પક્ષીનો માળો ભેટ આપવામાં આવી રહ્યો છે.આ પહેલથી સેવાની ભાવનાની સાથે પર્યાવરણમિત્ર જીવનશૈલીને પણ પ્રોત્સાહન મળશે.ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા અને હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત આ અભિયાનમાં હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ સહયોગી સંસ્થા તરીકે જોડાઈ છે.
📲Get App