🔥 TRENDING Jammu & Kashmir Govt Makes 19 AYUSH Do... Thunderstorms, Gusty Winds Expected Ac... Two Srinagar Youths Found After Missin... Dombivli‑Diva MLA Meets Railway Offici... Newborn Baby Opens Zerodha Account at... Silent Tandav Ram at Gannavi Counter
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિજપડી નજીક હાડીડા રોડ પર ઢોરને બચાવવા જતાં એસ.ટી. બસ રોડની સાઈડમાં ઉતરી, ૬ મુસાફરોને ઈજા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 09 Oct 2026, 03:02 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલાના વિજપડી ગામ પાસે હાડીડા રોડ પર રખડતું ઢોર અચાનક રસ્તામાં આવી જતાં એસ.ટી. બસના ચાલકે બ્રેક મારતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ ઘટનામાં પાંચથી છ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી.

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ નજીક હાડીડા રોડ પર ગત રાત્રિના સમયે એક એસ.ટી. બસ રોડની સાઈડમાં ઉતરી જવાની ઘટના બની હતી. મહુવા ડેપોની મહુવા-જામનગર રૂટ પર દોડતી બસ જામનગરથી પરત મહુવા આવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. બસમાં કુલ ૨૧ મુસાફરો સવાર હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. ૦૬/૧૦/૨૦૨૪ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે વિજપડી ગામથી લગભગ એક કિલોમીટર દૂર હાડીડા જતા રસ્તા પર અચાનક એક રખડતું ઢોર બસની સામે આવી ગયું હતું. ઢોરને બચાવવા માટે બસના ચાલકે તાત્કાલિક બ્રેક મારતાં બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો અને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર પાંચથી છ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, આ ઘટનામાં બસને પણ આશરે રૂ. ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે મેહુલભાઈ રામજીભાઈ લાખવા (ઉં.વ.૨૭) દ્વારા જાણ કરવામાં આવી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. સુડાસમા આ બનાવ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App