🔥 TRENDING Meghalaya MP James Sangma to raise ang... होप के शतकीय पारी से वेस्टइंडीज ने हास... Meghalaya Cites Teacher Shortage and L... Meghalaya mid‑day meal cooks threaten... સાબરકાંઠા LCB દ્વારા ગુરુગ્રામથી અકસ્મ... मराठी चित्रपट इंडस्ट्री बचाव आंदोलन सा...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મનપા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્યવસ્થાને અપગ્રેડ કરવાની કવાયત તેજ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 Oct 2026, 10:53 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની લાંબા સમયથી ચાલતી કચરા કલેક્શન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાને સંપૂર્ણપણે અપગ્રેડ કરવા માટે વિસ્તૃત માઇક્રો પ્લાન તૈયાર કરાયો છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનને લઈને નાગરિકો તરફથી લાંબા સમયથી ઉઠી રહેલી ફરિયાદો અને અગવડતાઓનો કાયમી નિકાલ લાવવા માટે પાલિકા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે.

મનપા કમિશનર રાજકુમાર બેનીવાલ અને ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાના સીધા માર્ગદર્શન હેઠળ કચરા કલેક્શન વ્યવસ્થાને સંપૂર્ણપણે અપગ્રેડ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડવાનો છે.

આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા એક વિસ્તૃત માઇક્રો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ શહેરના દરેક છેવાડાના ઘર સુધી કચરો એકત્ર કરતી ગાડી પહોંચાડવાનો છે, જેથી કોઈ પણ નાગરિકને કચરાના નિકાલમાં મુશ્કેલી ન પડે.
📲Get App