🔥 TRENDING Jailer 2 Joins Kollywood’s ₹400‑Crore... Keerthy Suresh’s ‘Dorothy’ Set for Liv... Ravi Teja Commends 'Garividi Lakshmi'... Record Turnout at Agniveer Recruitment... NFR Accelerates Push for Passenger Tra... Himachal Pradesh Tops Tobacco-Free You...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજમાં 'અવર ઓન વિધ્યા વિહાર'માં મહિલા સ્વ-રક્ષણ તાલીમ યોજાઈ..

પ્રાંતિજમાં 'અવર ઓન વિધ્યા વિહાર'માં મહિલા સ્વ-રક્ષણ તાલીમ યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 03:00 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ અવર ઓન વિધ્યા વિહાર હાઈસ્કુલમાં મહિલા સ્વ-રક્ષણ તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અવર ઓન વિધ્યા વિહાર હાઈસ્કુલ ખાતે મહિલા સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને સ્વ-બચાવની કળા શીખવવાનો હતો..

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને સ્થાનિક મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન, નિષ્ણાતો દ્વારા મહિલાઓને વિવિધ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આત્મરક્ષણની પદ્ધતિઓ અને કટોકટીની પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવા અંગે વિસ્તૃત સમજણ અપાઈ હતી.આયોજકોએ જણાવ્યું હતું કે આવી તાલીમો મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવામાં અને સુરક્ષાની ભાવના કેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવશે.
📲Get App