अपराध
સાબરકાંઠા: ગાંભોઈ પોલીસે પ્રોહીબીશન ગુનાના ત્રણ માસથી ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા..
સાબરકાંઠા જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના બાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે..
સાબરકાંઠામાં-:
કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્ર યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા-હિંમતનગર ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના આધારે નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલ હિંમતનગર ડિવિઝન, ના માર્ગદર્શન હેઠળ, ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ચૌધરીએ પોતાના તાબા હેઠળના પોલીસ કર્મચારીઓને સક્રિય કરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપી હતી.જેના અનુસંધાને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળુભાઈ દેવાભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલને બાતમી મળી હતી કે પ્રોહીબીશન કલમ-૬૫ મુજબના ગુનામાં કુલદિપકુમાર કાંતિભાઈ ભગોરા અને નિલેષકુમાર કાંતિભાઈ ભગોરા, બંને રહેવાસી ધોલવાણી, તા. ભિલોડા, જી. અરવલ્લી, છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા હતા અને હાલમાં ગાંભોઈ ત્રણ રસ્તા બ્રિજ નીચે ઉભા છે..
આ બાતમીના આધારે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળુભાઈ દેવાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રરાજસિંહ દિલીપસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચંદુસિંહની ટીમ બનાવી તાત્કાલિક ગાંભોઈ ત્રણ રસ્તા બ્રિજ ખાતે પહોંચી હતી.ત્યાંથી કુલદિપકુમાર કાંતિભાઈ ભગોરા (ઉ.વ. ૨૫) અને નિલેષકુમાર કાંતિભાઈ ભગોરા (ઉ.વ. ૨૬) બંને રહે. ધોલવાણી, તા. ભિલોડા, જી. અરવલ્લીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરી બદલ સંબંધિત પોલીસ કર્મચારીઓની નોંધ લેવામાં આવી છે.