🔥 TRENDING Fire at Grocery Shop Claims Lives of U... Congress Withdraws from Uttar Pradesh... नाना पाटेकर अलविदा कह गए വോട്ടർപട്ടിക അട്ടിമറിക്കെതിരെയുള്ള പ്ര... खुर्जा के ओयो होटल में छापा: स्कूल यून... Sikkim MP Urges More Student Voice in...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠીના અકાળા ગામે મકાનમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી, નાના ભાઈની પત્ની સામે ફરિયાદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 08 Oct 2026, 11:12 AM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી તાલુકાના અકાળા ગામે એક મકાનમાંથી સોનાની બે બુટી, ચાંદીના છડા અને કંદોરા મળી ₹31,000 ની ચોરી થઈ. મકાનમાલિક ચંદુભાઈ પંચાસરાે તેમના નાના ભાઈની પત્ની આશાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

લાઠી પોલીસ સ્ટેશનને મળેલી માહિતી મુજબ, અકાળા ગામે રહેતા ચંદુભાઈ કાનજીભાઈ પંચાસરા (ઉ.વ. ૩૪) ના મકાનમાંથી સોના-ચાંદીના દાગીની ચોરી થઈ છે.

ફરિયાદ મુજબ, ઘરમાંથી સોનાની બે બુટી, ચાંદીના છડા અને કંદોરા મળી કુલ ₹31,000 ની મૂલ્યની વસ્તુઓ ચોરી કરવામાં આવી છે.

ચંદુભાઈએ તેમના નાના ભાઈની પત્ની આશાબેન ધમાભાઈ પંચાસરા સામે ફરિયાદ નોંધાવી છે. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડીયા આ પ્રકારની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
📲Get App