🔥 TRENDING Dhanteras 2026: City-wise Muhurat for... Rockstar Games to Give Away Free GTA 6... TN launches Rs 54 crore cocoon market... PM Modi to meet Indian Asian Para Game... Madhya Pradesh Police HQ reshuffles ei... दीपावली को देखते हुए थाना प्रभारी ने क...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખરવણ ગામના મુખ્ય માર્ગથી નવી વસાહતને જોડતા નવા રસ્તાનું ખાતમુહૂર્ત
Local

ખરવણ ગામના મુખ્ય માર્ગથી નવી વસાહતને જોડતા નવા રસ્તાનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Oct 2026, 05:12 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવણ ગામે મુખ્ય માર્ગથી નવી વસાહતને જોડતા નવા રસ્તાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી મોહનભાઈ ડી. ઢોડિયાના હસ્તે કરવામાં આવ્યું.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવણ ગામે ગ્રામજનોની વર્ષો જૂની સુવિધા અને માગને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. ખરવણ ગામના મુખ્ય રસ્તાથી નવી વસાહતને જોડતા કનેક્ટિવિટી માર્ગના કામનું સત્તાવાર રીતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું છે. આ નવનિર્મિત રસ્તાને કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને નવી વસાહતના લોકોને પરિવહનમાં ભારે સુવિધા મળશે.

આ ગરિમામય કાર્યક્રમ અંબિકા/મહુવા તાલુકામાં મંજૂર થયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોના ભાગરૂપે યોજાયો હતો. તેનું આયોજન ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેન અને લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી મોહનભાઈ ડી. ઢોડિયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિસ્તારના અન્ય સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અંબિકા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન પટેલ, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીમતિ હિનાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીમતિ રમિલાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી હિંમતભાઈ પટેલ અને સરપંચશ્રી જયંતિભાઈ ભ્રમણિયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા રસ્તાની મંજૂરી મળતા જ ખરવણ ગામની નવી વસાહતના સ્થાનિક લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. તેમણે વર્ષો જૂની હાલાકીનો અંત લાવવા બદલ સમગ્ર ગ્રામ પંચાયત તેમજ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
📲Get App