🔥 TRENDING West Bengal Assembly to Consider 'Pasc... Mithun Chakraborty Appointed As Adviso... Bengal Speaker to Rule on 10 Rebel TMC... JD(U) Internal Feud Gives Prashant Kis... IndianOil Officer Stabbed 7 Times Duri... Fadnavis Blames Poor School and Hostel...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ખાતે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા ‘વિશ્વ કપાસ દિવસ’ની ભવ્ય ઉજવણી અને શૈક્ષણિક ફિલ્ડ વિઝિટનું સફળ આયોજન કરાયું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Oct 2026, 09:48 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા ‘વિશ્વ કપાસ દિવસ’ની ભવ્ય ઉજવણી અને શૈક્ષણિક ફિલ્ડ વિઝિટનું સફળ આયોજન કરાયું

અમરેલી તા. ૦૭ ઓક્ટોબર
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલના કુલપતિશ્રી પ્રો. (ડૉ) સી કે ટીંબડિયાના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્ય ડૉ. એસ. પી દેશમુખના નેતૃત્વમાં ‘વિશ્વ કપાસ દિવસ’ નિમિત્તે B.Sc. Natural Farmingના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ અને ફિલ્ડ વિઝિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

કોલેજના આશરે ૭૦ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફગણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશી કપાસના પાક સંબંધિત વિવિધ માહિતીપ્રદ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કપાસના પાકનું મહત્વ, તેના માટે યોગ્ય જમીન અને આબોહવા, વાવણી વ્યવસ્થાપન, દેશી જાતો, પ્રાકૃતિક કૃષિમાં તેનું પોષણ વ્યવસ્થાપન તેમજ અગ્નિઅસ્ત્ર અને નીમાસ્ત્ર જેવા પ્રાકૃતિક અર્કના ઉપયોગથી થતા જીવાત અને રોગ નિયંત્રણ જેવા મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને કપાસના ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતીના અભિગમ તેમજ તેના આર્થિક તથા ઔદ્યોગિક મહત્વ વિશે સંશોધન આધારિત જ્ઞાન મળી રહે તે હેતુથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તાબા હેઠળના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન, અમરેલીની શૈક્ષણિક મુલાકાતનું પણ આયોજન કરાયું હતું. આ મુલાકાત દરમિયાન કૃષિ નિષ્ણાતો, ખેતી અધિકારી શ્રી યુ. એમ. ચૌહાણ અને એગ્રી આસિસ્ટન્ટ શ્રી આદર્શભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પૂરો પાડવામાં આવ્યો હતો અને બદલાતા હવામાન સામે દેશી કપાસની પ્રતિકારક ક્ષમતા, રસાયણમુક્ત ખેતી પદ્ધતિઓ, કેન્દ્ર ખાતે ચાલી રહેલા વિવિધ પ્રાયોગિક અખતરાઓ, નવી જાતો અને ઉત્પાદકતા તેમજ ગુણવત્તા વધારવા માટે હાથ ધરાતા આધુનિક સંશોધનો વિશે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. હાજર કોલેજની સ્ટાફ ટીમે વિદ્યાર્થીઓને ખેતીના આધુનિક તેમજ પરંપરાગત સમન્વયને સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓમાં કપાસના પાક અંગે જ્ઞાનવર્ધન થવાની સાથે સંશોધનાત્મક દૃષ્ટિકોણ અને બજારની વૈશ્વિક સમજણ વિકસી હતી અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો તેમનો ઉત્સાહ બમણો થયો હતો. “સફૅદ સોનું પ્રાકૃતિક ખેતી, ખેડૂત મેળવે સાચી કીર્તિ”ના સૂત્ર સાથે યોજાયેલી આ ઉજવણી અને શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક, પ્રાયોગિક અને સંશોધનાત્મક રીતે અત્યંત ઉપયોગી અને સફળ પુરવાર થઈ હતી તેમ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App