🔥 TRENDING Delhi Private Hospital Operators Call... Bidar city news सुरजागढ़ माइंस महाराष्ट्र के गोंडवाना... प्रसिद्ध अभिनेता नाना पाटेकर का 75 वर्... Bidar news பறவை காய்ச்சல் பரவி வரும் நிலையில் மாந...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં રોડ સાઈડ કચરામાં આગ લાગતા કાર અને ટેમ્પો બળીને ખાખ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Oct 2026, 05:26 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરાછાના અશ્વનિકુમાર રોડ પર મોડી રાત્રે રોડ સાઈડ પડેલા હોટ ફિક્સના કચરામાં આગ લાગતાં નજીકમાં પાર્ક કરેલી કાર અને ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ જાણીજોઈને આગ લગાડવામાં આવી હોવાની શંકા છે.

સુરત શહેરમાં કચરામાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. બુધવારે મોડી રાત્રે વરાછા વિસ્તારના અશ્વનિકુમાર રોડ પર રોડની બાજુમાં પડેલા હોટ ફિક્સના કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે નજીકમાં પાર્ક કરેલી એક ફોર-વ્હીલર કાર અને એક થ્રી-વ્હીલર ટેમ્પો પણ તેની લપેટમાં આવી ગયા હતા.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના મતે કોઈ વ્યક્તિ દ્વારા જાણીજોઈને આગ લગાડવામાં આવી હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં વાહનોને ભારે નુકસાન થયું છે.
📲Get App