Local
સુરત મનપાની બેવડી નીતિ: ખાનગી કરદાતાઓ સામે કડકાઈ, પરંતુ સરકારી મિલકતોનો ૨૭.૭૨ કરોડનો વેરો બાકી
સુરત મહાનગરપાલિકા ખાનગી મિલકતધારકો સામે નોટિસથી ટાંચ સુધીની કાર્યવાહી કરતી હોવાનો દાવો કરે છે, પરંતુ પોતાના જ ચોપડે ૧૦,૬૧૨ સરકારી મિલકતોનો ૨૭.૭૨ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે.
સુરત મહાનગરપાલિકા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ખાનગી મિલકતધારકો સામે નોટિસથી માંડીને ટાંચ સુધીની કાર્યવાહી કરતી હોવાનો દાવો કરે છે, પરંતુ મનપાના પોતાના ચોપડે સરકારી મિલકતોનો જ રૂ.૨૭.૭૨ કરોડથી વધુનો ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે. એટલે એક તરફ સામાન્ય કરદાતા પાસેથી સમયસર વેરો વસૂલવા કડકાઈ અને બીજી તરફ સરકારી મિલકતોનો કરોડોનો ટેક્સ બાકી, આ તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે.
સ્વભંડોળની આવક વધારવા માટે મનપા સતત વસૂલાતના લક્ષ્યાંકો નક્કી કરે છે, ત્યારે સરકારી મિલકતોના બાકી વેરાની આ રકમ મનપાની વસૂલાત વ્યવસ્થા સામે સીધો સવાલ ઊભો કરે છે. હાલની સ્થિતિએ શહેરની ૧૦,૬૧૨ સરકારી મિલકતો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે. સરકારી તંત્ર સાથે સંકળાયેલી મિલકતોનો પણ આટલો મોટો વેરો બાકી રહેતા મનપાની ટેક્સ વસૂલાતની પ્રક્રિયા અંગે ચર્ચા શરૂ થઈ છે.
ઝોનવારે જોઈએ તો સેન્ટ્રલ ઝોન પ્રથમ ક્રમે છે, જ્યાં માત્ર ૯૩૦ સરકારી મિલકતો હોવા છતાં રૂ.૭.૯૦ કરોડનો ટેક્સ બાકી છે. કતારગામ ઝોનમાં સરકારી મિલકતોની સંખ્યા સૌથી વધુ છે, જ્યાં ૨,૩૧૪ મિલકતોનો રૂ.૭.૩૧ કરોડનો વેરો મનપાને મળવાનો બાકી છે. ઉધના ઝોન-અમાં ૨,૫૭૦ મિલકતોનો રૂ.૫.૪૨ કરોડ, લિંબાયત ઝોનમાં ૭૦૧ મિલકતોનો રૂ.૨.૬૯ કરોડ અને અઠવા ઝોનમાં ૧,૪૫૦ મિલકતોનો રૂ.૧.૫૩ કરોડનો વેરો બાકી છે. તેમજ રાંદેર ઝોનમાં રૂ.૧.૫૧ કરોડ, વરાછા ઝોન-બીમાં રૂ.૭૩ લાખ, ઉધના ઝોન-બીમાં રૂ.૩૫ લાખ અને વરાછા ઝોન-અમાં રૂ.૩૦ લાખનો વેરો બાકી છે.
ખાનગી મિલકતધારકનો વેરો બાકી રહે ત્યારે મનપા કાયદેસરની વસૂલાત કાર્યવાહી સુધી પહોંચે છે, ત્યારે સરકારી મિલકતોનો રૂ.૨૭.૭૨ કરોડથી વધુનો વેરો બાકી હોવા છતાં વસૂલાત માટે શું કાર્યવાહી થઈ? આ સવાલ હવે મહત્ત્વનો બન્યો છે. સરકારી તંત્રની મિલકતો પાસેથી પણ સમયસર ટેક્સ વસૂલવામાં આવે તો મનપાની સ્વભંડોળની આવકમાં વધારો થઈ શકે તેમ છે. તેથી હવે જોવાનું એ રહેશે કે મનપા ખાનગી કરદાતાઓ જેટલી જ કડકાઈ સરકારી મિલકતો સામે પણ દાખવે છે કે કેમ.