🔥 TRENDING कोलकाता जोगबनी एक्सप्रेस में यात्री के... 16-मयेम विधानसभा क्षेत्र में नए और छूट... सुमेरपुर के बाबा गांव में घायल नीलगाय... ભરૂચના ઝઘડિયા ખાતે બાબા ગોર સ્થળે ચશ્મ... हजारीबाग: फ्लाईओवर निर्माण के विरोध मे... Cm Omar Abdullah-led attended s 57th G...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા  ઉદ્યોગ મંદિર પાછળ એક મહિનાથી અંધારપટ, રસ્તા ઉપર મોતના ખાડા

રાજુલા ઉદ્યોગ મંદિર પાછળ એક મહિનાથી અંધારપટ, રસ્તા ઉપર મોતના ખાડા

✍️ Reporter: Anil Vaghela 🗓 08 Oct 2026, 08:24 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા ઉદ્યોગ મંદિર પાછળ એક મહિનાથી અંધારપટ, રસ્તા ઉપર મોતના ખાડા - તંત્ર નિંદ્રામાં

રાજુલા તારીખ 8/10/2026

રાજુલા શહેરના ઉદ્યોગ મંદિર પાછળના રહેણાંક વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. 5 જેટલી લાઈટો બંધ હોવાથી સમગ્ર વિસ્તાર રાત્રે અંધારામાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે મહિલાઓ અને વૃદ્ધોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

બીજી તરફ, ફિલ્ટર પ્લાન્ટના નવા ટાંકા બનાવી પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. રસ્તા ઉપર ઠેર-ઠેર મોટા-મોટા ખાડા અને ભુવા પડી ગયા છે.

સ્થાનિક રહીશ દેવશીભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે, રોજ આ ખાડાના કારણે લોકો પડી જાય છે. ખાસ કરીને સવારે અને સાંજે મંદિરે જતી માતાઓ, બહેનો, દીકરીઓ અને વૃદ્ધો સૌથી વધુ ભોગ બને છે. રાત્રે લાઈટ ન હોવાથી અકસ્માતનો ભય વધી ગયો છે.

આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે 5 સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા અને ખાડા પુરવાની માંગ કરવામાં આવી છે. જો ત્રણ દિવસમાં કામ નહીં થાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રિપોર્ટર. દેવશીભાઈ બાંભણિયા, રાજુલા
📲Get App