🔥 TRENDING Jailer 2 Breaks Ground with Midnight S... Avengers: Doomsday to Release Early on... Official Trailer of 'Rohini Aarane Tar... PTC India Names New Chairman After Lea... Bloomberg strategist warns Bitcoin mov... Thrissur Bakery Owner Voices Alarm Ove...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધમાં પ્રદર્શન, રાજીનામાની માંગ..
Politics

ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધમાં પ્રદર્શન, રાજીનામાની માંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 07:02 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપરત કર્યું અને તેમના રાજીનામાની માંગ કરી..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા ખાતે કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધમાં એક ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું.આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા..

પ્રદર્શન બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ખેડબ્રહ્માના મામલતદારને એક આવેદનપત્ર સુપરત કર્યું.આ આવેદનપત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા તાજેતરમાં લેવાયેલા કેટલાક નિર્ણયોનો ઉલ્લેખ કરી તેમની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર પાસેથી તાત્કાલિક અસરથી રાજીનામાની માંગ કરી છે.કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવામાં મુખ્ય ચૂંટણી કમિશનર નિષ્ફળ રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક બાબત છે.આ મુદ્દે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
📲Get App