🔥 TRENDING Yashasvi Jaiswal Takes Up Wicket‑Keepi... Sir के खिलाफ इंडिया गठबंधन का प्रदर्शन Ganesh ji ki murti jal me sirane ke ba... अलीगढ़: टप्पल पुलिस ने अवैध तमंचे के स... कलाकारों के मनोबल पर नकली व्यूज के प्र... Shrinidhi Shetty and Nirup Bhandari to...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, રામોલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 05:53 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત અમદાવાદ ઝોન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદના
આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા "પોષણ ઉત્સવ–૨૦૨૬" અંતર્ગત અમદાવાદ ઝોન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ટેક હોમ રાશન (THR) અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, રામોલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું મુખ્ય સૂત્ર "પોષણનો સ્વાદ, સ્વસ્થ જીવનનો સંકલ્પ!" અને "શ્રી અન્નનો સ્વાદ, પોષણનો સાથ!" રહ્યું હતું,

ઉપસ્થિત મહાનુભાવોએ સ્પર્ધકો દ્વારા THR અને શ્રી અન્નમાંથી તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને પોષણયુક્ત વાનગીઓનું નિરીક્ષણ કરી તેનો સ્વાદ માણ્યો હતો તથા બહેનોની સર્જનાત્મકતા અને સરાહનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વાદ, પોષણ અને નવીનતાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા તથા પસંદગી પામેલા શ્રેષ્ઠ સ્પર્ધકો હવે આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ભાગ લેશે.
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયરશ્રી હિતેશ બારોટ, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી ડૉ. હસમુખભાઈ પટેલ, સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App