🔥 TRENDING We call upon the students to use their... મુસાફરો માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ: મુસાફ... पुण्यात MPSC विद्यार्थ्यांच्या आंदोलना... कुलदीप बिश्नोई आदमपुर मंडी में सक्रिय,... National workshop highlights Arunachal... SBI Faces Criticism Over Alleged Miscl...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની પ્રથમ દ્વિદિવસીય ચિંતન શિબિરનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની પ્રથમ દ્વિદિવસીય ચિંતન શિબિરનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 04:16 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગતિ-ગુણવત્તા અને ગૌરવ એક્સેલરેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર વિકસિત ગુજરાત 2047ની થીમ સાથે આયોજિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની પ્રથમ દ્વિદિવસીય ચિંતન શિબિરનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે બિલ્ડીંગ હેલ્થ મોનિટરીંગ અને બ્રિજ એસેટ મેનેજમેન્ટ સહિતની પુસ્તિકાઓનું વિમોચન કર્યુ હતું તેકજ ગવર્નન્સ પરફોર્મન્સ ઈન્ડેક્ષ-GPIના માપદંડ અનુસાર શ્રેષ્ઠ કામગીરી કરનારા ઈજનેરો-અધિકારીઓને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો તેમજ રાજ્યભરમાંથી ઉપસ્થિત માર્ગ-મકાન વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા ગતિને કાર્યશૈલી બનાવી, ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તથા પારદર્શિતા અને જવાબદેહિતાને આધાર બનાવી દરેક પ્રકલ્પમાં શ્રેષ્ઠતા સાથે ગુજરાતના વિકાસની ગૌરવયાત્રાને વધુ વેગ આપવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ‘સાથે આવવું એ શરૂઆત, સાથે વિચારવું એ પ્રગતિ અને સાથે કામ કરવું એ સફળતા’ના વિચાર સાથે 2003માં શરૂ કરાવેલી ચિંતન શિબિરની પરંપરાનો સંદર્ભ આપતાં ‘મૈં નહીં, હમ’નો ભાવ તેમજ ‘સ્વયંથી વ્યમ’નો ધ્યેય રાખીને આ વિચાર સાકાર કરવામાં ચિંતન શિબીરોની ઉત્તરોત્તર સફળતાની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ માર્ગ-મકાન વિભાગને સરકારનો અત્યંત મહત્વનો વિભાગ ગણાવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્ધાર સાથે ગતિ, ગુણવત્તા અને ગૌરવ અપાવે તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં સૌને સહિયારા પુરૂષાર્થથી આગળ વધવા આહવાન કર્યુ હતું.
📲Get App