🔥 ट्रेंडिंग हौथी के हमले के बाद दिल्ली‑रियाद एअर इ... लुधियाना में तेल कारोबारी से 35.29 लाख... புதுச்சேரியில் கல்லூரி மாணவர்களின் கைப... ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા 'કાળો દિ... మునీరాబాద్ లో కొత్త రేషన్ కార్డు పంపిణ... शुक्रवार को पंचायत समिति के टिकट हेतु...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસે સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી રૂ.૧૦,૭૧૫/- ના વિદેશી દારૂ સાથે એક ઝડપ્યો..
अपराध

સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસે સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી રૂ.૧૦,૭૧૫/- ના વિદેશી દારૂ સાથે એક ઝડપ્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 08 अक्टू. 2026, 09:58 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્તનાબુદ કરવાના અભિયાન હેઠળ પ્રાંતિજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૯ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તથા નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલ હિંમતનગરનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી અને જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે પ્રાંતિજ પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર એક સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાં દારૂ ભરેલો છે.બાતમીના આધારે હિંમતનગરથી અમદાવાદ જતા નેશનલ હાઇવે નંબર-૪૮ પર પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તા પાસે બ્રિજ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન એક સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર પ્લેટ GJ-27-AH-3054 ને અકસ્માત થતાં નુકસાન થયેલું જોવા મળ્યું હતું.પોલીસે ગાડીના ડ્રાઇવરને કોર્ડન કરી તપાસ કરતાં, ગાડીના આગળના બમ્પરના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૯ બોટલો મળી આવી હતી..

પોલીસે કુલ રૂ. ૧૦,૭૧૫/- ની કિંમતનો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આરોપીની ઓળખ પ્રહલાદસિંહ ભારતસિંહ રાઠોડ (ઉ.વ.૩૮) તરીકે થઈ છે,જે હાલ ગોકુલ પ્લેટેનીયમ સોસાયટી,જી.આઇ.ડી.સી.પાસે ત્રીકમપુરા,વટવા,અમદાવાદના રહેવાસી છે.તેઓ મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના રહેવાસી છે.આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન સી ગોહિલ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ જોરાવરસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર દલજીભાઇ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઇ રૂમાલભાઇ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ઇશ્વરભાઇ સહિતના પોલીસ સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
📲Get App