🔥 TRENDING સુરત વન વિભાગ દ્વારા 'પોપટ બચાવો અભિયા... तीन नाबालिग लड़कियाँ भीख मांगने को मजब... માંડવી તાલુકા હેલ્થ સેન્ટરમાં ટીબી મુક... માંડવી તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયા... 🚨 ગરબા માટે પોલીસ દ્વારા 44 મહત્વપૂર્... दयानंद वैदिक कॉलेज में साइबर जागरूकता...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા 'કાળો દિવસ' મનાવાયો, ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 11:22 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતે ચૂંટણી કમિશનરના રાજીનામા અને રાહુલ-પ્રિયંકા ગાંધી સાથે થયેલા વ્યવહારના વિરોધમાં કાર્યક્રમ યોજાયો..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા ખાતે વિધાનસભા વિપક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોકટર તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી..

આ ઉપરાંત રાહુલ ગાંધીજી અને પ્રિયંકા ગાંધીજી સાથે થયેલા કથિત બર્બરતાપૂર્ણ વ્યવહારના વિરોધમાં 'કાળો દિવસ' મનાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન 'વોટ ચોર, ગદ્દી છોડ' અને 'લોકશાહી બચાવો, દેશ બચાવો' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરના મુખ્ય બજારમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા બાદ સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું,જેમાં તેમની માંગણીઓ અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
📲Get App