🔥 ट्रेंडिंग अरुणाचल: लेकी-बरूम से नहरलागुन रेलवे स... अरुणाचल के मुख्यमंत्री पेमा खण्डु ने B... अरुणाचल रेलवे पुल के लिए शीघ्र मरम्मत... जम्मू-कश्मीर में दो NABARD सड़क परियोज... जम्मू-कश्मीर में महिला की मृत शरीर मिल... जम्मू-कश्मीर सरकार ने रोगी की मौत की ज...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં પાણીની સમસ્યા: નવી લાઈન હોવા છતાં દોઢ મહિનાથી પીવાના પાણી માટે વલખાં મારતા રહીશો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 अक्टू. 2026, 11:57 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સાઉથ ઝોન-A વિસ્તારમાં વિજયનગર-1 સોસાયટીના રહીશો છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નવી પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં પાણી ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

સુરત શહેરના સાઉથ ઝોન-A વિસ્તારમાં આવેલી વિજયનગર-1 સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની અત્યંત ગંભીર સમસ્યા સર્જાઈ છે. તંત્ર દ્વારા લાખો-કરોડો રૂપિયાના ખર્ચે નવી પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં સ્થાનિક રહીશોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું નથી.

જૂની અને નવી લાઈનનું યોગ્ય જોડાણ ન થવાના કારણે આશરે 500 જેટલા પ્લોટના રહીશો પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે. આ સમસ્યાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આખરે રોષે ભરાયેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં સાઉથ ઝોન-A કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઉગ્ર વિરોધ નોંધાવી ધરણાં પર બેસી ગયા હતા અને તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરવાની માંગ કરી હતી.
📲Get App