🔥 ट्रेंडिंग आंध्र प्रदेश कैबिनेट ने विदेशी विश्ववि... गुजरात की महिला ने जबरदस्ती बहुविवाह स... Kulgam Police seized 25 bottle of code... वरिष्ठ कांग्रेस नेता और पूर्व अमरेली स... नोबेल शांति पुरस्कार के लिए लॉबिंग तेज... ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે ૬૦ વ...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાઈ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 08 अक्टू. 2026, 09:44 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાઈ

અનધિકૃત મીડિયન કટ, દબાણો દૂર કરવા તથા માર્ગ સલામતીના નિયમોના ચુસ્ત અમલ માટે કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી

હેલ્મેટ, ઓવરલોડિંગ, PUC-વીમા, નંબર પ્લેટ, LED લાઇટ સહિતના નિયમોના ભંગ બદલ સઘન ચેકિંગ અને એન્ફોર્સમેન્ટ હાથ ધરાશે

અમરેલી, તા. ૦૭ ઓક્ટોબર
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીને લગતી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તથા માર્ગ અકસ્માતો નિવારવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, રાજકોટ ડિવિઝન અંતર્ગત અમરેલી જિલ્લામાં આવતા માર્ગો પર આવેલા અનધિકૃત મીડિયન કટ દૂર કરવા તેમજ અનધિકૃત પાર્કિંગ અને દબાણો દૂર કરવા સૂચના આપી હતી. અકસ્માતો નિવારવા માટે આ અંગે સઘન ડ્રાઈવ યોજવા પણ જણાવાયું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ભાવનગર ડિવિઝન અંતર્ગત અમરેલી જિલ્લામાં આવતા માર્ગો પરના અનધિકૃત મીડિયન કટ દૂર કરવા પણ સૂચના આપવામાં આવી હતી. અમરેલી બાયપાસ રોડ પર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવા માટે સંબંધિત હાઈવે સત્તાવાળાઓને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

એસ.ટી. વિભાગને ડ્રાઈવર-કંડક્ટરની નિયમિત ચકાસણી કરવા તેમજ આર.ટી.ઓ. અને પોલીસ વિભાગના સંકલનથી માર્ગ સલામતી અંગે અવેરનેસ કેમ્પ યોજવા માટે સૂચના આપવામાં આવી હતી.

આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસને વધુ ઝડપે વાહન ચલાવતા વાહનચાલકો, હેલમેટ વિના વાહન ચલાવતા ચાલકો, ઓવરલોડ વાહનો, PUC તથા વીમા વગરના વાહનો, LED લાઈટના અનધિકૃત ઉપયોગ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે સઘન ચેકિંગ હાથ ધરી એન્ફોર્સમેન્ટની કામગીરીમાં વધારો કરવા સૂચના આપવામાં આવી હતી. કૃષિ વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર ન હોય તો નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું.

અમરેલી શહેરમાંથી પસાર થતા બાયપાસ પર મનસિટી સર્કલ પાસે ગાયોના ટોળા એકત્ર થતાં હોવાની ફરિયાદને ધ્યાને લઈ વાહનવ્યવહારને અડચણ ન થાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને ઢોર ખસેડવાની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

રસ્તાની કામગીરી શરૂ કરતાં પહેલાં યોગ્ય સાઈઝના ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવે તેની તકેદારી રાખવા, હાઈવે પરનાં વૃક્ષોનું સમયાંતરે ટ્રીમીંગ કરવા તેમજ જ્યાં જરૂરિયાત હોય ત્યાં થર્મોપ્લાસ્ટિક પટ્ટા અને કેટ-આઈ લગાવી માર્ગોની વિઝિબિલિટીમાં વધારો કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

અમરેલી શહેરમાંથી પસાર થતા વિવિધ સર્કલો પર અકસ્માતો નિવારવા માટે જરૂરી તકેદારીના પગલાં લેવા તથા માર્ગ સલામતીને લગતી કામગીરીમાં તમામ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે પણ જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.એ. ડોડિયા, અમરેલી પ્રાંત અધિકારી શ્રી જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કુંભાણી, આર.ટી.ઓ. શ્રી કળસરિયા, જી.એસ.આર.ટી.સી.ના વિભાગીય નિયામક શ્રી પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર શ્રી મીત શાહે કર્યું હતું.
📲Get App