🔥 TRENDING પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષ ગ... સુરત જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની અનિ... பள்ளி மாணவர்களின் சுகாதார விழிப்புணர்வ... Three Accident Victims' Bodies Returne... Guwahati Airport Hosts Book Fair in Ba... Asian Games champion Lovlina welcomed...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લાઠીની મુખ્ય બજારમાં રખડતા ઢોરના ત્રાસથી વેપારીઓએ આંદોલનની આપી ચીમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Oct 2026, 11:44 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં મુખ્ય બજારમાં રખડતા ઢોરના ઉપદ્રવને લઈને વેપારીઓ અને નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમસ્ત વેપારી મંંડળે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સમસ્યાના ઉકેલ માટે ચૂંટાણાની ચીમકી આપી છે.

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં મુખ્ય બજારમાં રખડતા અને રઝળતા ઢોરના સતત વધતા જતા ઉપદ્રવને કારણે સ્થાનિક વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર રસ્તા પર ઢોરની આખલાયુધ અને રખડતા પશુઓને કારણે જંગમ મિલકતોને નુકસાન થવાની સાથે સાથે શારીરિક ઇજાઓ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ વ્યાપક બની ગઈ છે.

આ ગંભીર સમસ્યાના કાયમી નિકાલ માટે ‘લાઠી શહેર સમસ્ત વેપારી મંડળ’ દ્વારા નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી કડક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નાગરિક અધિકાર પત્ર હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં આ રખડતા પશુઓને તાત્કાલિક પકડી યોગ્ય સ્થળે ખસેડવા અને આ અસહ્ય ત્રાસમાંથી વેપારીઓ તથા નાગરિકોને મુક્તિ અપાવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

વેપારી મંડળે સ્પષ્ટ કર્યું છે કે જો નિયત સમયમાં આ સમસ્યાનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સખત વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
📲Get App