જનસેવાના ૨૫ વર્ષ: પાટણમાં સેવા જ્યોતિ કળશ યાત્રા થકી સેવાભાવ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત નાગરિકોને સંબોધન કર્યું
સેવા જ્યોતિ કળશ યાત્રા સાથે પાટણની ધરતી પરથી ગુંજ્યો રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ
“સેવા જ્યોતિ માત્ર કળશની યાત્રા નહીં, સેવા-સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની જ્યોતિને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ છે” : મંત્રી કૌશિકભાઈ વેકરિયા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં પાટણ APMC માર્કેટ યાર્ડ ખાતે *“સેવા જ્યોતિ કળશ યાત્રા” તથા “વિકસિત ભારત સંકલ્પ સભા”*નો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ન્યુ દિલ્હીથી ઉપસ્થિત રહી નાગરિકોને સંબોધન કર્યું હતું, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. તેમજ “વિકસિત ભારત @ ૨૦૪૭” અંતર્ગત પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી નાગરિકોને સામૂહિક સંકલ્પ લેવડાવ્યો હતો.
કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો સાથે વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિકસિત ગુજરાતની વિકાસગાથા રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભથી જીવનમાં આવેલા પરિવર્તન અંગે લાભાર્થીઓએ પોતાના અનુભવો વિડિઓ થકી રજૂ કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે APMC માર્કેટ યાર્ડ ખાતેથી મહાનુભાવોના હસ્તે ત્રણ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી “સેવા જ્યોતિ કળશ યાત્રા”ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રા APMC માર્કેટ યાર્ડથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પ્રગતિ મેદાન, જૂના બસ સ્ટેન્ડ અને રોટલીયા હનુમાન ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું ભવ્ય સમાપન થયું હતું. યાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો તથા મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, પાટણની પવિત્ર ધરતી પર સેવા જ્યોતિ કળશ યાત્રાનું આગમન સૌ માટે ગૌરવ અને પ્રેરણાની ક્ષણ છે. આ યાત્રા માત્ર કળશની યાત્રા નહીં, પરંતુ સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની જ્યોતિને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ છે. તેમણે જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતથી શરૂ થયેલી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવાની યાત્રા આજે ભારતના વિકાસ, વિશ્વાસ અને ગૌરવની યાત્રા બની છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સેવા કોઈ એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ જીવનભરનો સંકલ્પ છે. સેવા જ્યોતિ આપણને પોતાના સમય, શ્રમ અને શક્તિનો એક હિસ્સો સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. પાટણની ધરતી પરથી સેવા જ્યોતિને હૃદયમાં પ્રગટાવી સેવાભાવ સાથે વિકસિત ભારતના નિર્માણમાં સૌએ સહભાગી બનવું જોઈએ, તેમ તેમણે આહવાન કર્યું હતું.
અગ્રણી શ્રી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની યાત્રા છે. જનધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત, PM-KISAN સહિતની વિવિધ યોજનાઓથી ગરીબ, ખેડૂત, મહિલા અને યુવાનોના સશક્તિકરણને વેગ મળ્યો છે. સેવા જ્યોતિ દરેક નાગરિકને સેવાભાવ સાથે રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવા પ્રેરણા આપે છે.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ.ડી. વણઝારા, APMC ચેરમેન સ્નેહલ પટેલ, હુડકોના ચેરમેન કે.સી. પટેલ, સંગઠન પ્રમુખશ્રી રમેશ સિંધવ સહિત સંગઠનના અગ્રણીશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.