🔥 ट्रेंडिंग आसाम में सड़क दुर्घटना में तीन की मौत,... कागगलीपुरा सड़क पर हुई घातक दुर्घटना न... राष्ट्रीय राजमार्गों पर एआई टूल से राज... नानी की ‘द पैराडाइज़’ की बॉक्स ऑफिस मे... ड्रिश्यम 3 बॉक्स ऑफिस दिन 5: विश्वव्या... हरियाणा निवासी को दिल्ली एसीपी भगत को...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનો દબદબો

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 07 अक्टू. 2026, 07:30 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તિલકવાડા તાલુકામાં તા. ૩૦ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને સતત અભ્યાસના પરિણામે શાળાએ તાલુકા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દોડ, ગોળાફેંક, વોલીબોલ થ્રો, લીંબુ-ચમચી દોડ અને રિલે દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. જેમાં ખુશી વસાવાએ ગોળાફેંકમાં પ્રથમ તથા ૬૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. શિલ્પા તડવીએ ગોળાફેંકમાં દ્વિતીય સ્થાન, અપેક્ષા ભીલે ૭૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને ઉમંગ તડવીએ ૫૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
જાનકી બારીયાએ વોલીબોલ થ્રોમાં તૃતીય સ્થાન, ગીતા બારીયાએ ૨૫૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, કલ્પેશ બારીયાએ લીંબુ-ચમચી દોડમાં વિજેતા સ્થાન, માનસી વસાવાએ ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, નીતા બારીયાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને દિવ્યા બારીયાએ રિલે દોડમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
આ ઉપરાંત તા. ૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી ખો-ખોની સ્પર્ધામાં સુરવા પ્રાથમિક શાળાના કુમાર તથા કન્યા બંને જૂથની ટીમોએ પ્રથમ સ્થાન મેળવી તાલુકા કક્ષાએ વિજય હાંસલ કર્યો હતો. બંને ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી શાળા પરિવાર અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
સુરવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા કોચ કેતનભાઈ બારીયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓને સતત અને સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી હતી. નિયમિત તાલીમ, મહેનત અને રમત પ્રત્યેના જુસ્સાના પરિણામે વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ માત્ર શાળા માટે જ નહીં પરંતુ સમગ્ર ગામ માટે ગૌરવની બાબત બની છે. વિદ્યાર્થીઓની આ સફળતા અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે તેમને પ્રોત્સાહન મળશે.
વિદ્યાર્થીઓની આ શાનદાર સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
📲Get App