🔥 ट्रेंडिंग बिलौआ में गिट्टी के अवैध परिवहन पर 12... Smriti Mandhana Appointed New Captain... रायपुर के दीनदयाल उपाध्याय नगर में सफा... विकास कार्य मुद्दों को लेकर समीक्षा बै... साहिबगंज में INDIA गठबंधन ने 8 अक्टूबर... Superstar Rajinikanth's 'Jailer 2' Rec...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડિજિટલ યુગમાં રૂબરૂ નિમંત્રણની અનોખી પહેલ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 07 अक्टू. 2026, 09:28 AM 👁 50
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં આજે કોઈપણ કાર્યક્રમનું આમંત્રણ એક મેસેજ કે સોશિયલ મીડિયા પોસ્ટથી સરળતાથી પહોંચી શકે છે. પરંતુ સંબંધોમાં આત્મીયતા જળવાઈ રહે તે હેતુથી મેવાસ કાનમ રામી માલી વિકાસ મંડળ દ્વારા અનોખું રૂબરૂ નિમંત્રણ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
સમાજની વહુઓના પિયરિયાઓ તેમજ દીકરીઓ અને બહેનોને વાર્ષિક સંમેલન–2026માં આમંત્રિત કરવા માટે 99.99 ટકા પરિવારો સુધી કાર્યકરો રૂબરૂ પહોંચ્યા.
આ માટે કુલ 65 પરિવારોની યાદી તૈયાર કરી 10 અલગ-અલગ રૂટ બનાવવામાં આવ્યા. 10 ફોર-વ્હીલર વાહનો દ્વારા ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ સહિત આશરે 20 જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવ્યો.
આ સમગ્ર અભિયાનમાં સમાજના 26 સ્વયંસેવક કાર્યકરોએ માત્ર પાંચ દિવસમાં 4,805 કિલોમીટરની સફર કરીને આમંત્રણ પહોંચાડ્યાં.
ખાસ વાત એ રહી કે આ સમગ્ર આયોજનમાં મંડળના ભંડોળમાંથી એક પણ રૂપિયો ખર્ચાયો નથી. મંડળના મહામંત્રી શૈલેષભાઈ માલીના જણાવ્યા મુજબ, 26 કાર્યકરોએ સ્વૈચ્છિક રીતે કુલ રૂ. 22,366નો પ્રવાસ ખર્ચ સરખા ભાગે પોતે જ ઉઠાવ્યો. એટલે કે દરેક કાર્યકરે સરેરાશ રૂ. 860 જેટલો ખર્ચ સમાજના કાર્ય માટે આપ્યો.
પવિત્ર એકાદશીના અવસરે સમાજના પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી આમંત્રણ આપવાની આ પહેલે સામાજિક એકતા અને આત્મીયતાનો સુંદર સંદેશ આપ્યો.
એકાદશીના પાવન દિવસે સંબંધો અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવતું આ કાર્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે.
આ અભિયાન માત્ર આમંત્રણ પહોંચાડવાનું કાર્ય નહીં, પરંતુ સમાજના સંબંધો, આત્મીયતા, સંગઠનભાવ અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
ડિજિટલ યુગમાં પણ રૂબરૂ મળીને આમંત્રણ આપવાની પરંપરાને જીવંત રાખતી આ પહેલ સમાજના સંગઠન માટે નવી દિશા દર્શાવે છે.
કારણ કે આમંત્રણ માત્ર કાગળનું નથી... સંબંધોનું છે! અને સંબંધોમાં આત્મીયતા ઉમેરવા માટે રૂબરૂ મુલાકાતથી વધુ અસરકારક માધ્યમ બીજું કોઈ નથી.
📲Get App