ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનો દબદબો
તિલકવાડા તાલુકામાં તા. ૩૦ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭માં સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દોડ, ગોળાફેંક, વોલીબોલ થ્રો, લીંબુ-ચમચી દોડ અને રિલે દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. જેમાં ખુશી વસાવાએ ગોળાફેંકમાં પ્રથમ તથા ૬૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. શિલ્પા તડવીએ ગોળાફેંકમાં દ્વિતીય સ્થાન, અપેક્ષા ભીલે ૭૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને ઉમંગ તડવીએ ૫૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
જાનકી વારિયાએ વોલીબોલ થ્રોમાં તૃતીય સ્થાન, ગીતા વારિયાએ ૨૫૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, કલ્પેશ વારિયાએ લીંબુ-ચમચી દોડમાં વિજેતા સ્થાન, માનસી વસાવાએ ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, નીતા વારિયાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને દિવ્યા વારિયાએ રિલે દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ ઉપરાંત તા. ૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી ખો-ખોની સ્પર્ધામાં સુરવા પ્રાથમિક શાળાના કુમાર તથા કન્યા બંને જૂથની ટીમોએ પ્રથમ સ્થાન મેળવી તાલુકા કક્ષાએ વિજય મેળવ્યો હતો.
સુરવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા કોચ કેતનભાઈ વારિયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓને સતત અને સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી હતી. તેના પરિણામે વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા