🔥 ट्रेंडिंग ഒളിവിൽ പോയ പ്രതിയെ പിടികൂടി कोटा के लोन अस्पताल में गृह सुरक्षा गा... दो से तीन दिन पुरानी बताई जा रही है डे... महिला बाइकर ने हिट‑एंड‑रन की वीडियो रि... উরুগুয়ের বিপক্ষে ভারতের হাড্ডাহাড্ডি... दिल्ली-गुरुग्राम एक्सप्रेसवे पर बाइक स...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી શહેરમાં બુધવારે 'સેવા જ્યોતિ યાત્રા' અંતર્ગત બાઇક રેલી અને પદયાત્રા યોજાશે

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 07 अक्टू. 2026, 08:58 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેરમાં બુધવારે 'સેવા જ્યોતિ યાત્રા' અંતર્ગત બાઇક રેલી અને પદયાત્રા યોજાશે

વિદ્યાસભા કેમ્પસ ખાતે મુખ્ય કાર્યક્રમમાં સેવા જ્યોતિ યાત્રાનું સમાપન થશે

તાલુકાઓમાંથી આવનારા સ્વયંસેવકોની બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે


અમરેલી તા. ૬ ઓક્ટોબર
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવાના ૨૫ વર્ષના સફળ નેતૃત્વને ઉજાગર કરવા તથા વિકસિત ભારતના સંકલ્પને લોકસહભાગિતા પ્રાપ્ત થાય તેવા આશયથી છેવાડાના માનવીને આ સંકલ્પમાં જોડીને સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમરેલી શહેરમાં 'સેવા જ્યોતિ યાત્રા' અંતર્ગત બાઇક રેલી અને પદયાત્રા યોજાશે.

કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯.૦૦ કલાકથી વિદ્યાસભા કેમ્પસ, લાઠી રોડ અમરેલી ખાતે યોજાશે. સવારે ૧૧.૧૦ કલાકથી મુખ્ય સમાપન સમારોહ બાદ પદયાત્રા અને બાઇક રેલી પ્રસ્થાન કરશે. આ પદયાત્રા શહેરમાં વિદ્યાસભા સંકુલથી કોલેજ સર્કલ, મેડીકલ કોલેજ, સરદાર પટેલ સર્કલ (ફોરવર્ડ સર્કલ) ખાતે સમાપ્ત થશે.

જ્યારે રૂટ નં.૦૨માં બાઇક રેલી વિદ્યાસભા શૈક્ષણિક સંકુલથી કોલેજ સર્કલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રેડ કોર્નર સિનેમા, રાજ કમલ ચોક, નાગનાથ મહાદેવ મદિર, સરદાર પટેલ સર્કલ થઈ અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં સમાપ્ત થશે.બાઇક રેલીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓથી અમરેલી સુધી આવેલા સેવા યાત્રીઓ બાઇક રેલી ખાતે જોડાશે. રેલી સાથે સેવા જ્યોતિ રથ પણ યાત્રાનો પ્રતિકાત્મક ભાગ બનશે.
📲Get App