अपराध
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફરાર પાકા કામના કેદીને સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા હિંમતનગરમાં પકડી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર એ.ટી.એસ. ચાર્ટર અંતર્ગત હિંમતનગરમાં પેટ્રોલિંગ દરમિયાન પાંચ વર્ષથી ફરાર રહેલા કેદી ગોવિંદકુમાર ભગોરાને પકડી પાડવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રીના તહેવાર દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલે એ.ટી.એસ. ચાર્ટર અંતર્ગત અસરકારક કામગીરી કરવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. આ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા, એસ.ઓ.જી., સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.યુ. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એમ. ઝાલાની રાહબરીમાં એસ.ઓ.જી. સ્ટાફે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
પેટ્રોલિંગ દરમિયાન સાથેના અધિકારી હેડકોન્સ્ટેબલ વિક્રમસિંહ મંગળસિંહ (બ.નં-૫) તથા અધિકારી પોલીસ કોન્સ્ટેબલ ગોપાલકુમાર પ્રવિણભાઈ (બ.નં-૭૩૨) ને તેમના હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમી મુજબ, અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર રહેલા પાકા કામના કેદી આરોપી ગોવિંદકુમાર પ્રકાશભાઈ ભગોરા (આરોપી નં-૧૬૩૧૮) હિંમતનગર મોતીપુરા પીક અપ સ્ટેન્ડ આગળ રોડ પર મળી આવ્યો હતો.
આરોપી ગોવિંદકુમાર મૂળ રહેવાસી મુંડવારા, તા. ખેરવાડા, જિ. ઉદેપુર, રાજસ્થાનનો હોય છે, જ્યારે તે હાલમાં અકોલી, તા. શીહોરી, જિ. બનાસકાંઠામાં રહે છે. આરોપીને પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર રહેવાની ઘટનામાં પોલીસે તેને હસ્તગત કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી. ત્યારબાદ સદરી કેદી આરોપીને જિલ્લા જેલ, હિંમતનગર ખાતે સુપરત કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.યુ. ચૌધરી (એસ.ઓ.જી.), હેડકોન્સ્ટેબલ વિક્રમસિંહ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એમ. ઝાલા (એસ.ઓ.જી.), હેડકોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ, હેડકોન્સ્ટેબલ રાજેશકુમાર, હેડકોન્સ્ટેબલ પ્રકાશકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ (એ.એમ. વાળા) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભૂમિકા નિભાવી હતી.